કેનેડામાં ભારતીય મૂળની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ઘરમાં ઘૂસીને હત્યા કરાઈ
નવી દિલ્હી, કેનેડામાં રહેતી પંજાબી મૂળની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા થઈ છે. આ ઘટનાથી કેનેડામાં રહેતા ભારતીય સમુદાય અને સોશિયલ મીડિયા પર ચિંતાનો માહોલ છે.
૪૫ વર્ષીય નેન્સી ગ્રેવાલની અજાણ્યા શખસે તેના ઘરમાં ઘૂસીને છરીના ઘા માર્યા હતા.કેનેડાની લાસેલ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે રાત્રે ૯ઃ૩૦ વાગ્યાની આસપાસ બની હતી.
પોલીસને માહિતી મળી હતી કે કોઈ વ્યક્તિએ વિન્ડસર વિસ્તારમાં નેન્સી ગ્રેવાલના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કર્યાે હતો અને ગંભીર ઈજા પહોંચાડીને ભાગી ગયો હતો.ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ઇમરજન્સી સર્વિસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
નેન્સી ગ્રેવાલને ઘાયલ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડોકટરો તેને બચાવી ના શક્યા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.બુધવારે સાંજે કેનેડિયન પોલીસ અધિકારી માઈકલ પિયર્સે કહ્યું હતું કે, પોલીસ સંપૂર્ણ તપાસ કરી રહી છે.
હુમલાખોરની શોધ ચાલુ છે અને ઘટના પાછળનો હેતુ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.નેન્સી ભારતીય મૂળની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર હતી. તેણીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પંજાબ સંબંધિત સામાજિક, ધાર્મિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
તેના વિડીયો ખૂબ જ ફેમસ હતા અને તેના ફોલોઅર્સ પણ મોટા પ્રમાણમાં હતા.નેન્સી ગ્રેવાલ તેના વિડીયોમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ અને કટ્ટરપંથી વિચારધારાની ટીકા કરતી હતી. પરિણામે, તેની હત્યા અંગે અનેક શંકાઓ ઉભી થઈ રહી છે. જો કે, પોલીસે હજુ સુધી કોઈ ચોક્કસ ખૂણાની પુષ્ટિ કરી નથી અને તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે.SS1MS
