Western Times News

Gujarati News

આંધ્રપ્રદેશના લિકર ‘કૌભાંડ’માં રૂ.૪૪૧ કરોડની સંપત્તિ જપ્ત થઈ

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આંધ્રપ્રદેશ લિકર ‘કૌભાંડ’ના મામલામાં સામેલ વિવિધ આરોપીઓની રૂ. ૪૪૧ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ કૌભાંડ કથિત રીતે રાજ્યમાં અગાઉની મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની સરકારના કાર્યકાળ દરમિયાન થયું હતું.

જપ્ત કરાયેલ મિલકતોમાં બેંક બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, જમીનના પ્લોટ અને અન્ય સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આ સંપત્તિઓ મુખ્ય આરોપી કેસ્સીરેડ્ડી રાજશેખર રેડ્ડી, તેમના પરિવારના સભ્યો, બૂનેતી ચાણક્ય અને દોંતીરેડ્ડી વાસુદેવ રેડ્ડી તેમજ તેમના સંબંધીઓ અને સંબંધિત સંસ્થાઓની છે.

ઈડીએ જણાવ્યું કે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પછી, તત્કાલીન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની સરકારે આંધ્રપ્રદેશ સ્ટેટ બેવરેજિસ કોર્પાેરેશન લિમિટેડ દ્વારા સંચાલિત સરકારી આઉટલેટ્‌સ દ્વારા દારૂના વેચાણ પર ‘એકાધિકાર’ સ્થાપ્યો હતો.આ ગુનાહિત કાવતરાના ભાગરૂપે, ઓટોમેટેડ સિસ્ટમને જાણી જોઈને બંધ કરી દેવામાં આવી હતી અને તેની જગ્યાએ મેન્યુઅલ સિસ્ટમ લાવવામાં આવી હતી.

આનાથી આંધ્રપ્રદેશ સ્ટેટ બેવરેજિસ કોર્પાેરેશન લિમિટેડના અધિકારીઓને સપ્લાય ઓર્ડર ઈશ્યૂ કરવામાં અમર્યાદિત સત્તાઓ મળી ગઈ હતી. ઈડીના જણાવ્યા અનુસાર, આ કથિત કૌભાંડને કારણે રાજ્ય સરકારને ૪,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આંધ્રપ્રદેશ પોલીસની એસઆઈટી ફરિયાદની નોંધ લઈને, કેન્દ્રીય તપાસ એજન્સીએ સપ્ટેમ્બર ૨૦૨૫ માં પીએમએલએ હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.