Western Times News

Gujarati News

સગીર બાળાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર યુવાનને ૨૦ વર્ષની સખત કેદ

આણંદ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામનો એક યુવાને સવા વર્ષ અગાઉ પેટલાદ પંથકની ૧૭ વર્ષીય એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અને તેની ઉપર અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યાે હતો.

આ અંગેનો કેસ પેટલાદના ત્રીજા સ્પેશ્યલ જજ અને અધિક સેસન્સ જજ ઝંખના વી.ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ તેને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકાર્યાે છે.

બોરસદ તાલુકાના નાપા એકતાનગરમાં નિલેશ જશવંતભાઈ રાઠોડ નામનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. તે ઘણી વખત પેટલાદ પંથકમાં તેના સંબંધીના ઘરે જતો હતો. જેના કારણે તે ૧૭ વર્ષની એક સગીર યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેણે તેની સાથે પ્રેમસંબંધ બંધાઈ જતા ગત તા. ૧૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ રાત્રે ૧૦ થી ૧૨ની વચ્ચે આ સગીરાને પ્રેમના નામે ભગાડી ગયો હતો.

અને તેને બોટાદ જિલ્લાના રંગપુર ગામે અલગ અલગ ખેતરની ઓરડીઓમાં રાખી હતી અને તેની ઉપર બળાત્કાર ગુજાર્યાે હતો. આ બનાવ અંગે પેટલાદ રૂરલ પોલીસ મથકમાં તેના વિરુદ્ધ બીએનએસની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)એમ તથા પોક્સો એક્ટની કલમ ૬ મુજબ ગુનો દાખલ થયો હતો. પોલીસે તપાસ કરીને નિલેશ રાઠોડની ધરપકડ કરી હતી.અને બનાવની તપાસ પુર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ કેસ પેટલાદના ત્રીજા સ્પેશ્યલ જજ અને અધિક સેસન્સ જજ ઝંખના વી.ત્રિવેદીની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ જે.એચ.રાઠોડ તેમણે પોતાની દલીલો રજૂ કરી હતી અને ૧૦ સાક્ષીઓ તપાસી ૩૧ જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. બંને પક્ષોની દલીલો પુર્ણ થયા બાદ સેસન્સ જજે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો.

કોર્ટે નિલેશ જશવંતભાઈ ઠાકોરને કસુરવાર ઠેરવી કલમ ૧૩૭(૨), ના ગુનામાં ૨ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૫ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યાે હતો.

કલમ ૮૭ના ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદ અને રૂ ૫ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યાે હતો.પોક્સો એક્ટની કલમ ૬ના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યાે હતો. વધુમાં કોર્ટ દ્વારા ભોગ બનનારને વળતર પેટે રૂ. ૫૦ હજાર ચુકવવા પણ આદેશ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.