Western Times News

Gujarati News

સલમાન ખાને દિલ રાજુ અને વામશી પૈડીપલ્લી સાથે એક્શન થ્રિલર સાઇન કરી

મુંબઈ, સલમાન ખાને દિલ રાજુ અને ઊપિરિ અને મહર્ષિ જેવી ફિલમોના નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર વામશી પૈડીપલ્લી સાથે એક એક્શન થ્રિલર ફિલ્મ સાઇન કરી છે.

આ અંગેના અહેવાલો અનુસાર આ એક મોટા બજેટની ફિલ્મ છે. જોકે, આ ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એપ્રિલથી તેનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે.

આ ફિલ્મમાં સલમાન ખાન ક્યારેય જોવા નથી મળ્યો એવા અવતારમાં જોવા મળશે. સુત્રોના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટને ભવ્ય કક્ષાનો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેમાં હિન્દી તેમજ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા કલાકારોનો સમાવેશ થશે. નિર્માતાઓ હાલ ફિલ્મની લીડ એક્ટ્રેસ માટે એક છ-લિસ્ટ અભિનેત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ ફાઇનલ કાસ્ટિંગ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. “સલમાનને સ્ક્રિપ્ટ અને તેમાં રહેલી કમર્શિયલ બાબતો ખુબ ગમી છે.

આ એક હાઇ-ઓક્ટેન એક્શન થ્રિલર છે જેમાં મજબુત ભાવનાત્મક બાબતો પણ છે. વામશી પૈડીપલ્લીસલમાન ખાનને સંપૂર્ણ નવા અવતારમાં, અલગ લુક સાથે રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે, જે બાબતે સલમાન પણ ઘણો ઉત્સાહીત છે.”આ ફિલ્મ સલમાનની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાન પછીની તેની આગામી ફિલ્મ હશે.

એવા પણ અહેવાલો છે કે સલમાન ખાન તેના અન્ય પૂર્વઆયોજિત કામ પુરા કરીને પછી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે. દિલ રાજુ જે પ્રકારના ભવ્ય પ્રોડક્શન માટે જાણીતા છે અને વામશી પૈડીપલ્લીની કમર્શિયલ સ્ટોરીટેલિંગ માટેની પસંદગી સાથે આ કોલબરેશન ઇન્ડસ્ટ્રીને આશ્ચર્યચકિત કરી શકે છે.“

આ ફિલ્મને મોટા પાયે થિયેટ્રિકલ સ્પેક્ટેકલ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં મજબુત પૅન ઇન્ડિયા અપીલ હશે. શૂટિંગ એપ્રિલમાં શરૂ થવાનું છે અને નિર્માતાઓ ૨૦૨૭માં મોટા પડદા પર ફિલ્મ રિલીઝ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.”

રસપ્રદ વાત એ છે કે, આ એક્શન થ્રિલર પુરી કર્યા બાદ સલમાન ખઆન રાજ નિદિમોરુ અને ક્રિશ્ના ડિ.કે સાથે સુપરમેન પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકે છે, જે એક કોમિક એક્શન સુપરહીરો ફિલ્મ હોવાનું કહેવાય છે. આ રીતે સલમાને પણ હવે સાઉથ તરફ ગતિ કરી હોવાની ચર્ચા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.