Western Times News

Gujarati News

રણબીર કપૂરે મુંબઈમાં ‘રામાયણ ૨’નું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈ, રનબીર કપૂરે ‘રામાયણ ૨’ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે, સેટ પરથી લાંબા વાળની વીગ સાથે તેના ફોટો પણ વાયરલ થયા હતા. સાથે જ રનબીર કપૂરના કલીન શેવ લૂકની પણ ચર્ચા થઈ હતી.

રનબીરે હવે મુંબઇમાં ‘રામાયણ ૨’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આવનારા થોડાં દિવસોમાં તે ફિલ્મનાં બીજા ભાગના મહત્વના સીનનું શૂટ કરશે.શરૂઆતમાં રનબીર કપૂર માર્ચમાં ‘લવ એન્ડ વાર’નું શૂટિંગ કરવાનો હતો. પરંતુ તાજેતરમાં ઉઠેલા ભણસાલીની તબિયત અંગેના અહેવાલો પછી તેનું શૂટ થોડું પાછળ ઠેલાયું હોવાના અહેવાલ છે, તેથી ફિલ્મ થોડી પાછી ઠેલાઈ છે.

તેથી હવે એવા અહેવાલ છે કે મે ૨૦૨૬માં ફિલ્મનું શૂટ આગળ વધશે.હવે જ્યારે ‘લવ એન્ડ વાર’નું શૂટ પાઠું ઠેલાતાં રનબીરે પોતાનું ધ્યાન ‘રામાયણ ૨’ પર આપવાનું નક્કી કર્યું. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “રનબીર માર્ચ અને મે વચ્ચે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું કરી નાખવા માગે છે. હેલ તેનો ક્લીન શેવ લૂક પણ રામાયણના શૂટ માટે જ છે.

જેનાથી પહેલા ભાગની વાર્તા આગળ વધશે.”સન્ની દેઓલ પણ ૨૦ માર્ચથી ફિલ્મનાં શૂટમાં જોડાવાનો છે, જે આ ફિલ્મમાં હનુમાનજીનો રોલ કરે છે. શૂટિંગનાં આ તબક્કામાં રનબીર અને સની વચ્ચે પણ મહત્વના સીનનું શૂટ પૂરું કરવામાં આવશે. આ શૂટ ઘણું મહત્વનું રહેશે, જે રામાયણના મોટા સ્કેલને પણ આકાર આપશે.

નિતેશ તિવારીની આ ફિલ્મમાં રનબીર કપૂર અને સાઇ પલ્લવી રામ અને સીતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ નિર્ણિત મલ્હાત્રા દ્વરા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળી પર રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.