Western Times News

Gujarati News

17 મનપા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ અને તળાવોના મોનિટરિંગ માટે સિસ્ટમ અમલમાં મૂકાશે

પ્રતિકાત્મક

રાજ્યના શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા માટે  ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) શરૂ કરશે “લેક એન્ડ એર વોચ” પહેલ

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના શહેરો ટકાઉ અને સ્માર્ટ બને એ માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂપેરાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ કરવામાં આવશે.

તળાવો અને હવાની ગુણવત્તાનું સતત મોનિટરિંગ કરવા માટે GUDM દ્વારા નવીન પહેલ

     ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે તળાવોનું પ્રદૂષણપાણીની ગુણવત્તામાં ઘટાડોભૂગર્ભ જળના કુદરતી રિચાર્જમાં ઘટાડો અને ગીચ વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર અસર થઈ રહી છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને ‘લેક એન્ડ એર વોચ’ પહેલ અંતર્ગત વિવિધ વિભાગોમાં કાર્યરત મોનિટરિંગ વ્યવસ્થાઓને એકીકૃત કરવામાં આવશે જેથી સમયસર કાર્યવાહી સુનિશ્ચિત થાય.

     આગામી સમયમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા એક સંકલિતડિજિટલ અને રિયલ-ટાઇમ માહિતી આપતું પ્લેટફોર્મ વિકસાવવામાં આવશેજેના માધ્યમથી રાજ્યના શહેરોમાં તળાવો તથા હવાની ગુણવત્તા પર દેખરેખ રાખી શકાશે અને સમયસર ચેતવણી મળ્યા બાદ કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે. અંદાજિત ₹10 કરોડની જોગવાઈ સાથે આ પહેલ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નોંધનીય ભૂમિકા ભજવશે.

પર્યાવરણ સંરક્ષણ તરફ ગુજરાત સરકારનું મહત્વપૂર્ણ પગલું

      હાલ શહેરોમાં આવેલા તળાવોમાં પ્રદૂષણકાંપ ભરાવ અને પાણીની ગુણવત્તામાં ઘટાડો જેવી સમસ્યાઓ જોવા મળે છે. લેક એન્ડ એર વોચ પહેલ અંતર્ગત સેટેલાઇટ ટેક્નોલૉજી દ્વારા તળાવોના વિસ્તારગંદકીના સંકેતો અને શેવાળ જેવા પરિબળોનું વિશ્લેષણ કરી સમયસર ચેતવણી આપવામાં આવશેજેથી તળાવોના સંરક્ષણ માટે સમયસર કાર્યવાહી શક્ય બનશે.

      આ ઉપરાંતરાજ્યની 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપકરણો દ્વારા રિયલ-ટાઈમ હવાની ગુણવત્તા (AQI) અંગેની માહિતી ઉપલબ્ધ થશે. AQIમાં વધારો થવા પર આપમેળે એલર્ટ જનરેટ થશેજેના આધારે સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લઈ શકશે. આ પહેલ શહેરી સ્તરના જીવન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

      શહેરોના તળાવો અને હવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યા બાદ તેની માહિતી રાજ્ય કક્ષાએ એકત્ર કરવામાં આવશે. આ ડેશબોર્ડમાં મેપ્સટ્રેન્ડ્સએલર્ટ અને કામગીરીની સ્થિતિ અંગેની માહિતી ઉપલબ્ધ થશે. પરિણામેવિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને સમયસર કામગીરી સુનિશ્ચિત થશે. નાગરિકોને પણ પારદર્શક રીતે માહિતી ઉપલબ્ધ બનશેજેના કારણે જનજાગૃતિમાં વધારો થશે.

      “લેક એન્ડ એર વોચ” પહેલ રાજ્યમાં આબોહવા પરિવર્તન સામે શહેરોના ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.