Western Times News

Gujarati News

બહેરીનમાં અમેરિકાની પેટ્રિયટ ઈન્ટરસેપ્ટરમાં ખામી સર્જાઈ

બહેરીન, ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને ૯ દિવસ પૂરાં થઈ ગયા છે ત્યારે ૧૦મા દિવસની શરૂઆતમાં જ ઈરાનમાં નવા સુપ્રીમ લીડરના નામની જાહેરાત કરી દેવામાં આવી જેનાથી અમેરિકા અને ઈઝરાયલ બંને ખિજાયા હતા.

આ સાથે નવા લીડર બનતા જ મોજતબા ખામેનેઈ જે આયતુલ્લા ખામેનેઈના દીકરા છે તેમણે ઈઝરાયલ પર કેર વરસાવવાની શરૂઆત કરી દીધી હતી. બહેરીનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં અમેરિકાની પેટ્રિયટ ઈન્ટરસેપ્ટર એટલે કે ડિફેન્સ સિસ્ટમમાં ખામી સર્જા હતી.

તેણે ઇરાનની મિસાઈલોને નિશાન બનાવવાની જગ્યાએ બહેરીનના જ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા સવાલો ઊઠ્યા હતા. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર નવા સુપ્રીમ લીડર બનતાં જ મોજતબા ખામેનેઈએ ઈઝરાયલ પર હુમલો કરવાની પરવાનગી આપી હતી. જેના બાદથી ઈઝરાયલ સામે અનેક મિસાઈલ અને ડ્રોન ઝીંકવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયલના અનેક વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.