Western Times News

Gujarati News

ગાયક-સંગીતકાર લેસ્લી લુઇસનું ૨૬ વર્ષ બાદ બોલિવૂડમાં કમબૅક

મુંબઈ, ૯૦ના દાયકાના ઇન્ડિ પોપ મ્યુઝિકના જાણીતા ગાયક-સંગીતકાર લેસ્લી લુઇસ ૨૬ વર્ષના બ્રેક બાદ હિન્દી સિનેમામાં પ્લેબેક સિંગર તરીકે કમબૅક કરવા જઈ રહ્યા છે, જેને તેમની લાંબી સંગીતયાત્રામાં એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવે છે. ૧૯૯૦ના દાયકામાં ભારતમાં ઇન્ડી-પોપ ઝુંબેશને આકાર આપવા માટે જાણીતા લુઇસ હવે ‘ઝોર્ર કા ધક્કા’ ગીત સાથે પરત ફરી રહ્યા છે, જે બોલિવૂડ પ્લેબેક સિંગિંગમાં તેમની ફરી એન્ટ્રી છે.

લુઇસે ગાયક હરિહરન સાથે બનાવેલી જોડી ‘કોલોનિયલ કઝિન્સ’ને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી હતી. ૧૯૯૦ના દાયકામાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન પોપનું તેમનું ફ્યુઝને ભારતમાં સ્વતંત્ર સંગીત જગતને નવી ઓળખ આપી હતી અને તેમને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવી હતી. જેને આંતરરાષ્ટ્રિય એવોડ્‌ર્ઝ પણ મળ્યા હતા. પોતાનાં કમબૅક અંગે વાત કરતા લેસલી લુઇસે દાયકાઓ પછી ફરી બોલિવૂડ સાથે જોડાવાનો ઉત્સાહ વ્યક્ત કર્યાે.

તેમણે જણાવ્યું “હું ત્યારે પણ પ્રાસંગિક હતો અને આજે પણ છું.” તેમણે ઉમેર્યું કે ઘણા વર્ષાે પછી બીજા સંગીતકારનાં ક્મ્પોઝિશન માટે ગાવું તેમને તાજગીભર્યું લાગે છે અને તે તેમને એક અલગ સર્જનાત્મક પ્રક્રિયાનો અનુભવ કરવાની તક આપે છે.

વર્ષાે દરમિયાન લુઇસ સ્વતંત્ર પ્રોજેક્ટ્‌સ, જાહેરાતોની જિંગલ્સ ક્મ્પોઝ કરવા તેમજ વિવિધ આલ્બમ અને કોલબરેશન દ્વારા સંગીતક્ષેત્રમાં સક્રિય રહ્યા છે. ભારતના પોપ અને ફ્યુઝન સંગીત ક્ષેત્રમાં તેમનું યોગદાન બોલિવૂડથી પણ આગળ સુધી વિસ્તરેલું છે, જેમાં અનેક સફળ સ્વતંત્ર રિલીઝ અને સંગીતના પ્રયોગોનો સમાવેશ થાય છે.

સંગીત ઉદ્યોગના વિકાસ અંગે વિચાર વ્યક્ત કરતાં લેસલી લુઇસ કહે છે, કે ટ્રેન્ડ્‌સ બદલાતા રહે છે, પરંતુ સંગીતનું મૂળ સ્વરૂપ એકસરખું જ રહે છે. “તમને આગળ વધારતું તત્વ છે ઓરિજનાલિટી અને પેશન.” તેમણે ઉમેર્યું કે ફોર્મ્યુલા આધારિત ઇન્ડસ્ટ્રીમાં પણ મૌલિકતાનું મહત્વ અડગ રહ્યું છે. પોતાના પ્લેબેક ટ્રેક સાથે કમબૅક અંગે આ જાણીતા સંગીતકાર અલગ-અલગ પેઢીના શ્રોતાઓ સાથે ફરી જોડાવાની આશા રાખે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.