Western Times News

Gujarati News

ઇકબાલ ખાન ફરી એક વખત નવા શો ‘યાદેં’માં જોવા મળશે

મુંબઈ, ઇકબાલ ખાન ટીવીનો એક જુનો અને જાણીતો ચહેરો છે, તે ફરી એક વખત સોની સબના નવા શો યાદેંમાં જોવા મળશે. તેના પ્રમોશન માટે તે અક્ષ કુમારના ગેમ શો વ્હીલ ઓફ ફાર્ચ્યુનમાં આવ્યો હતો. તેની સાથે તેના મિત્રો અને લોકપ્રિય કલાકારો મનીષ પાલ અને કરણ વાહી પણ જોડાયા હતા.

ઇકબાલે અક્ષય કુમાર સાથેની મજેદાર વાતચીતમાં પોતાના નવા શો યાદેં વિશે ઝલક પણ આપી હતી. મનીષ અને કરણ સાથેની રમૂજી ક્ષણો અને શોના મજેદાર સેગમેન્ટ્‌સમાં ભાગ લેતા ઈકબાલ એકદમ કૅન્ડિડ અને જીવંત અંદાજમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના પાત્ર ડૉ. દેવ વિશે વાત કરી હતી.

ઇકબાલ ખાને પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું, “અક્ષય સર સાથે શોમાં હાજર રહેવું એકદમ આનંદદાયક રહ્યું. સેટ પરની એનર્જી અદ્ભુત હતી અને મનીષ અને કરણ સાથે શૂટિંગ કરવું તો વધુ ખાસ બની ગયું. યાદેંને આવા મોટા પ્લેટફોર્મ પર પ્રમોટ કરવું મારા માટે ખૂબ જ મહત્વનું છે.” સોમવારે, ૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે ૯ વાગ્યાથી આ શો સોની પર શરૂ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.