Western Times News

Gujarati News

લક્ષ્ય લાલવાણીએ પણ કંટાળીને દોસ્તાના ટુ ફિલ્મ છોડી દીધી

મુંબઈ, કરણ જોહરની ‘દોસ્તાના ટુ’ શરુ થવામાં વિલંબથી કંટાળીને આખરે લક્ષ્ય લાલવાણીએ પણ આ ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે. શરુઆતમાં આ ફિલ્મ માટે કાર્તિક આર્યન અને લક્ષ્ય લાલવાણી સાથે જાહ્નવી કપૂરની કાસ્ટ નક્કી થઈ હતી.

ફિલ્મનું કેટલુંક શૂટિંગ પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ, જાહ્નવી અને કાર્તિક વચ્ચે અણબનાવ થતાં કરણ જોહરે કાર્તિક પર અનપ્રોફેશનલ બિહેવિયરનો આક્ષેપ કરી તેને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો. તેના કારણે ફિલ્મ અટકી ગઈ હતી. વર્ષાે બાદ કરણે આ પ્રોજેક્ટ લક્ષ્ય ઉપરાંત વિક્રાંત મેસ્સી સાથે શરુ કર્યાે હતો.

મિસ ઈન્ડિયા વર્લ્ડથી જાણીતી સિની શેટ્ટી આ ફિલ્મથી ડેબ્યૂ કરશે તેવી ચર્ચા હતી. જોકે, હવે લક્ષ્ય લાલવાણીએ ફિલ્મ છોડી દેતાં આ પ્રોજેક્ટ ફરી અટકી પડયો છે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે હજુ સુધી કરણ જોહરે કોઈ સ્પષ્ટતા કરી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.