Western Times News

Gujarati News

એનર્જી સેક્ટરમાં એકવાર ફરી અમેરિકાનો દબદબો જોવા મળશે

AI Image

ટ્રમ્પની મુકેશ અંબાણી સાથે ૩૦૦ બિલિયન ડોલરની ડીલ-મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી

નવી દિલ્હી,  ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી શકે છે. યુદ્ધના ૧૧મા દિવસે પણ હુમલા સતત ચાલી રહ્યાં છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમેરિકા ૫૦ વર્ષમાં પ્રથમવાર એક નવો ઓયલ રિફાઇનરી પ્લાન્ટ બનાવવા જઈ રહ્યું છે.

સૌથી મોટી વાત છે કે આ પરિયોજનામાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રોકાણ કરશે. ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કે એનર્જી સેક્ટરમાં એકવાર ફરી અમેરિકાનો દબદબો જોવા મળશે.

તેમણે કહ્યું કે તેમને આ જણાવતા ગર્વ થઈ રહ્યો છે કે પ્રથમવાર અમેરિકા નવી ઓયલ રિફાઇનરી બનાવવા જઈ રહ્યું છે. આ આશરે ૩૦૦ મિલિયન ડોલરની મોટી ડીલ ગણાવવામાં આવી રહી છે.

ત્યારબાદ ટ્રમ્પે ભારતનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ સમજુતિ દુનિયાની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપનીઓમાંથી એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે થઈ છે. તેમણે આગળ કહ્યું કે આ રિફાઇનરીથી અમેરિકી બજાર અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેને મોટો ફાયદો મળશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ અમેરિકાની સૌથી સ્વચ્છ રિફાઇનરીમાંથી એક હશે. તેનાથી દેશમાં નોકરીઓ વધશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

હકીકતમાં આ જાહેરાત તેવા સમયમાં કરવામાં આવી છે જ્યારે દુનિયાભરમાં તેલને લઈને અનિશ્ચિતતાનું સંકત જોવા મળી રહ્યું છે. અમેરિકામાં પણ પેટ્રોલ અને ગેસની કિંમતોને લઈને ચિંતા બનેલી છે. આ વચ્ચે મંગળવારે વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટે કહ્યુ કે અમેરિકાના લોકો પણ જાણે છે કે અત્યારે ગેસ અને તેલની કિંમતો વધી છે. પરંતુ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્ય કે જ્યારે ઓપરેશન- એપિક ફ્યૂરી” ના લક્ષ્ય પૂરા થઈ જશે, કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.