Western Times News

Gujarati News

રશ્મિકા મંધાનાનાં મહેંદી લૂક પર છેડાયો વિવાદ

મુંબઈ, રશ્મિકા મંધાના અને વિજય દેવરકોંડાનાં લગ્નના દરેક લૂક ચર્ચામાં રહ્યાં છે અને તેના ભરપુર વખાણ થયાં છે. સમયાંતરે રશ્મિકા અને વિજય તેમનાં લગ્નની વિવિધ સેરેમનીના ફોટો શેર કરતાં રહ્યાં છે. હવે તેમણે સોશિયલ મીડિયા પર તેમની મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી હતી. ઘણા ચાહકોને તેમનો આ લૂક ખુબ પસંદ આવ્યો, પરંતુ સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર્સે તેમના આઉટફિટને લઈને ટીકા પણ કરી છે.

એક તરફ રશ્મિકાની મહેંદીમાં ઓમ, શક્તિ, સ્વસ્તિક, ચંદ્ર સહિત શક્તિ અને શિવ લખેલું દેખાય છે અને તેણે ઘણી બારીક અને ઓછી પરંતુ અર્થસભર મહેંદી મુકી હતી. વિજય અને રશ્મિકાના આ વિધીના કપડાં ખાસ કરણ તોરાની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં. આ બંને કલરફુલ કપડામાં રોયલ તો દેખાતા હતાં પણ રશ્મિકાની ઓઢણીમાં રહેલાં લક્ષ્મીજીના ચિત્રએ વિવાદ સર્જ્યાે છે.

કેટલાક લોકોએ દેવતાની છબી કપડાં પર ઉપયોગ કરવાને અયોગ્ય ગણાવીને અસંતોષ વ્યક્ત કર્યાે છે. કેટલાક યુઝર્સે તેમના વસ્ત્રની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. એક યુઝરે લખ્યું, “ભગવાન અને દેવીને તમારા આઉટફિટ માટે ઉપયોગ કરવો યોગ્ય નથી…

આ સૌથી ખરાબ આઉટફિટમાંથી એક છે.”એક અન્ય યુઝરે લખ્યું, “આઉટફિટનો કલર પેલેટ અને ડિઝાઇન સુંદર છે, પરંતુ લક્ષ્મી માતાની છબી આગળના ભાગમાં ઊંચી જગ્યાએ રાખવી જોઈએ હતી અને પાછળનો ભાગ ટાળવો જોઈએ હતો. દેવતા માટે આ સન્માનની નિશાની બની રહે.” પરંતુ બીજી તરફ રશ્મિકાના ચાહકો તેનાં સમર્થનમાં આવી ગયાં અને ટીકા કરનારાઓને જવાબ આપ્યો. એક ચાહકે લખ્યું, “મને ખબર નહોતી કે રશ્મિકાની ફેશન સેન્સ આટલી સરસ છે, આ બધા લુક ખરેખર અદ્ભુત છે.”કેટલાક લોકોએ દલીલ પણ કરી કે દક્ષિણ ભારતમાં લગ્નની રેશમી સાડીઓમાં દેવતાઓની આકૃતિઓ હોવી સામાન્ય બાબત છે.

એક યુઝરે લખ્યું,“દક્ષિણ ભારતમાં લગ્નની સિલ્ક સાડીઓ પર ભગવાન-દેવીની આકૃતિઓ હોવી ખૂબ સામાન્ય છે. પ્રાચીન સમયથી આવી પરંપરા છે, પરંતુ આજકાલ દરેક બાબતને વિવાદ બનાવી દેવામાં આવે છે.”

ડિઝાઇનરના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ આઉટફિટ પાછળનો વિચાર સમજાવવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે ભારતીય કલ્પનામાં દુલ્હનનાં આગમનને ઘણીવાર લક્ષ્મી માતાના આગમન સાથે સરખાવવામાં આવે છે, જે સમૃદ્ધિ, કૃપા અને નવા આરંભનું પ્રતિક છે.

પોસ્ટમાં વધુમાં જણાવાયું કે આ ડિઝાઇન માટે દક્ષિણ ભારતીય તંજોર પેઇન્ટિંગની શૈલી પરથી પ્રેરણા લેવામાં આવી હતી, જેમાં સોનાની ઝલક, મંદિરની રચનાઓ અને સમૃદ્ધિના પ્રતિકો જોવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.