Western Times News

Gujarati News

મધુબાલાની બાયોપિકમાં પણ અનીતે કિયારાને રિપ્લેસ કર્યાની ચર્ચા

મુંબઈ, સૈયારા ફિલ્મ રિલીઝ થયા બાદ અહાન પાંડે અને અનીત પડ્ડા રાતોરાત ચર્ચામાં આવી ગયા હતા. તેમની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જોવાય છે, ત્યારે. અહાન પાંડે પોતાના આગામી પ્રોજેક્ટ માટે દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર સાથે કામ કરી રહ્યો છે અને અનીત પડ્ડા મેડોક હોરર કોમેડી યુનિવર્સની આગામી ફિલ્મ શક્તિ શાલિનીમાં લીડ રોલ કરી રહી છે.

આ પહેલા આ ફિલ્મ માટે કિયારા અડવાણીનું નામ ચર્ચામાં હતું.હવે તાજેતરની ચર્ચાઓ મુજબ અનીત પડ્ડાને વધુ એક પ્રોજેક્ટ મળ્યો હોવાના અહેવાલો છે, ભારતીય સિનેમાની દંતકથા અભિનેત્રી મધુબાલાના જીવન પર આધારિત બાયોપિક. આ ફિલ્મમાં પણ પહેલાં કિઆરાના નામની ચર્ચા હતી.છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી કિયારા અડવાણી ને મધુબાલાની બાયોપિકમાં કાસ્ટ કરવામાં આવશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી.

આ ફિલ્મનું ડિરેક્શનજસ્મીત કે. રીન કરશે, જેમણે અગાઉ ‘ડા‹લગ્સ’નું ડિરેક્શન કર્યું હતું. સાથે જ એવી પણ વાત સામે આવી હતી કે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભન્સાલી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાવાના છે.

હવે નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે સૈયારા ફિલ્મની એક્ટ્રેસ અનીત પડ્ડાને મધુબાલાની બાયોપિક માટે સાઇન કરવામાં આવી છે અને તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરી શકે છે.

અહેવાલ મુજબ નિર્માતાઓ ટૂંક સમયમાં કાસ્ટિંગ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.જોકે, સોશિયલ મીડિયા પર ચાહકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક નેટિઝન્સને લાગે છે કે મધુબાલાની ભૂમિકામાં અનીત યોગ્ય પસંદગી છે. એક ચાહકે લખ્યું, “કિયારા કરતાં ઘણી સારી પસંદગી.” જ્યારે બીજા એકે કહ્યું, “પરફેક્ટ પસંદગી. તે અભિનય કરી શકે છે અને દેખાવમાં પણ થોડો સામ્ય છે.”પરંતુ કેટલાક લોકો માને છે કે આ કાસ્ટિંગ યોગ્ય નથી.

એક કમેન્ટમાં લખાયું, “ખૂબ જ ખરાબ કાસ્ટિંગ, તે દેખાવમાં મધુબાલા જેવી બિલકુલ દેખાતી નથી.” આ સાથે સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો માને છે કે મધુબાલાની બાયોપિક માટે તૃપ્તિ ડિમરી વધુ યોગ્ય પસંદગી બની શકે. ચાહકોને લાગેલ છે કે,“તૃપ્તિ પોતાની આંખોના અભિનયથી પણ દૃશ્યને જીવંત બનાવી શકે છે. મધુબાલાનું પાત્ર નિભાવવા માટે આંખોથી અભિનય કરવાની ક્ષમતા ખૂબ જરૂરી છે. મધુબાલાના અભિનયમાં આંખોમાં દેખાતી પીડા, આનંદ અને લાગણીઓ મહત્વપૂર્ણ હતાં.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.