Western Times News

Gujarati News

ભણસાલીએ કહ્યું ‘લવ એન્ડ વોર’નું ૯૦% શૂટિંગ પૂર્ણ

મુંબઈ, ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની તબિયત અંગે ચાલી રહેલી ચિંતાજનક અફવાઓ અને તેમની આગામી ફિલ્મ લવ એન્ડ વોરના શૂટિંગમાં વારંવાર વિલંબ થવાની વાતો સામે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ તમામ અહેવાલો ખોટા હોવાનું જાણવા મળ્યું છે. એક ખાસ વાતચીત દરમિયાન સંજય લીલા ભણસાલીએ જણાવ્યું કે તેમની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નું લગભગ ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલું ૧૦ ટકા શૂટિંગ આગામી બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં લવ ટ્રાયએંગલ પર આધારિત કહાની રજૂ થવાની છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું, “સંજય ભણસાલી માટે આવા પ્રયાસો નવા નથી. તેઓ જ્યારે પણ કોઈ ફિલ્મ બનાવે છે ત્યારે વિલંબ અથવા બજેટ દબાણ વિશેની અફવાઓ ફેલાવવામાં આવે છે.

પરંતુ હકીકત એ છે કે ‘લવ એન્ડ વોર’નાં તમામ કલાકારોએ તેમના કરાર મુજબના દિવસો સુધી શૂટિંગ પૂર્ણ કર્યું છે.”આ નિવેદન સાથે ફિલ્મના શૂટિંગમાં વિલંબ અને અન્ય સમસ્યાઓ અંગે ચાલી રહેલી અટકળોને પૂર્ણવિરામ મળ્યો છે. હવે ટીમ આગામી બે મહિનામાં બાકી રહેલું કામ પૂર્ણ કરીને ફિલ્મને આગળના તબક્કા માટે તૈયાર કરવાની તૈયારીમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.