Western Times News

Gujarati News

ગેસની અછત સર્જાતા ડેરી પ્લાન્ટ બંધ કરવા પડે અને મિલ્ક પાવડરના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી સંભાવના

પ્રતિકાત્મક

મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મૂકાશે તેવું જાણવા મળ્યુ છે?

ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત -પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવા સિરામીક સહિત અન્ય ઉદ્યોગોએ તાળા મારવા પડે તેવી સ્થિતિ

(એજન્સી)અમદાવાદ, કોમર્શિયલ ગેસના પૂરવઠાની અછત સર્જાતા હોટલ-રેસ્ટોરન્ટ, કેટરિંગ ઉદ્યોગની મુશ્કેલી વધી છે. જ્યારે પ્રોપેન ગેસની અછત સર્જાતાં સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. મહેસાણા સહિત અન્ય ડેરી પ્લાન્ટમાં અપાતાં ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મૂકાયો છે, ત્યારે ડેરી પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ હવે ડેરી ઉદ્યોગને પણ નડે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે.ઈરાન સામે ઇઝરાયલ-અમેરિકાના યુદ્ધની અસર હવે ગુજરાત પર જોવા મળી રહી છે જેમકે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને લીધે હોટલ-ખાણીપીણી વ્યવસાય સામે જોખમ ઊભું થયું છે. તેમાં ગેસ સિલિન્ડર નોંધાવવાના સમયમાં વધારો કરાતાં લોકોમાં રાંધણ ગેસના બાટલા નહીં મળે તેવો ડર ઊભો થયો છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ વણસી રહ્યું છે, ત્યારે મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મૂકાશે તેવું જાણવા મળ્યું છે. ડેરી પ્લાન્ટમાં દૂધ પ્રોસેસિંગ માટે હવે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા માટે પણ તૈયારી કરાઈ છે. જોકે, ગેસની અછત ઊભી થાય તો ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેમ છે.

આ ઉપરાંત ડેરી પ્લાન્ટ બંધ પડે તો, મિલ્ક પાવડરના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. આ બાજુ, પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવા સિરામીક સહિત અન્ય ઉદ્યોગોએ તાળા મારવા પડે તેવી સ્થિતિ સર્જા છે. માત્ર મોરબીમાં જ સિરામીકની ૧૦૦થી વધુ ફેક્ટરીઓ બંધ પડી છે.

પરિસ્થિતિને જોતાં ઉત્પાદન ઠપ થયુ છે. ત્યારે રાજ્ય સરકારે પણ પ્રોપેન ગેસ વાપરતા ઉદ્યોગોએ હાલ પુરતુ એક મહિના સુધી ઉત્પાદન બંધ રાખવા અભિપ્રાય માંગ્યો છે. ગેસની અછતને લઈને સિરામીક ઉદ્યોગકારો ગાંધીનગર દોડી આવ્યા હતાં.

તેમના પ્રતિનિધી મંડળે મુખ્યમંત્રીને મળીને ગેસ સંબધિત રજૂઆત કરી હતી.શાપર-વેરાવળના ઉદ્યોગકારોએ પણ ગાંધીનગરમાં સરકાર સમક્ષ રજૂઆત કરી હતીકે, કાસ્ટિંગ અને ફો‹જગ જેવા ગેસ આધારિત ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયાં છે. હવે ૬૦૦થી વધુ એકમો બંધ કરવા પડે તેવી સ્થતિ સર્જાઇ છે. જો ગેસમાં કાપ મૂકાશે તો, ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડી શકે છે. સાથે સાથે હજારો કામદારોની રોજીરોટી સામે જોખમ તોળાઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.