Western Times News

Gujarati News

દાહોદ જિલ્લાના એક ગામમાં મોડી સાંજના સમયે ઘરમાં ઘૂસી લૂંટારાઓએ 12.34 લાખની લૂંટ ચલાવી

દાહોદના ફેતપુરાના મોટી રેલપૂર્વ ગામે પરિવારને બંધક બનાવી રૂ.૧ર.૩૪ લાખની લૂંટ

દાહોદ, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી રેલપૂર્વ ગામનો લૂંટનો સનસનાટી ભર્યો બનાવ સામે આવ્યો છે જેમાં એક પરિવારને ચાર જેટલા લૂંટારૂઓએ બંધક બનાવી મારી નાંખવાની ધમકીઓ આપી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧ર,૩૪,૪૯૩ની મત્તાની સનસનાટી ભરી લૂંટ સમી સાંજના સમયે

લૂંટારૂઓ લૂંટ કરી નાસી જતાં પંથકમાં ચકચાર સાથે લૂંટારૂઓના આ આતંકને પગલે વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસે ડોગ સ્કવર્ડ સહિતની મદદ લઈ લૂંટારૂઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

દાહોદ જિલ્લાના ફતેપુરાના મોટી રેલવપૂર્વ ગામે ખેડા ફળિયામાં રહેતા રમીલાબેન નગીનદાસ કટારા તથા તેમના પરિવારજનો ગત તા.૧૦મી માર્ચના રોજ પોતાના ઘરે સાંજના સાડા સાતેક વાગ્યાના આસપાસ જમી પરવારી ઘરમાં હાજર હતા. તે સમયે ચાર જેટલા અજાણ્યા લૂંટારૂઓ પોતાની સાથે મારક હથિયારો જેવા કે તલવાર, લાકડીઓ વિગેરે જેવા તીક્ષણ હથિયારો સાથે રમીલાબેન કટારાના ઘરમાં ઘૂસી ગયા હતા.

એકાએક બનેલી આ ઘટનામાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. લૂંટારૂઓએ તમામ પરિવારજનોને બંધક બનાવી, હાથ, પગ બાંધી દીધા હતા અને મારી નાંખવાની ધમકીઓ આપી ઘરમાં મૂકી રાખેલ સરસામાન વેર વિખેર કરી મકાનમાંથી સોનાની બંગડીઓ, સોનાના પાટલા, સોનાનો ટીક્કો, સોનાની નથણી, સોનાનો સેટ, સોનાનો રાણી હાર, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી, સોનાની ચેઈન, ચાંદીના પાયલ, ચાંદીનો સેરવાળો કેડ, મોબાઈલ વિગેરે મળી કુલ રૂપિયા ૧ર,૩૪,૪૭૩ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.

ઘટનાને પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. વાયુવેગ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો પણ રમીલાબેન કટારાના ઘર તરફ દોડી આવ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. આ સંબંધે રમીલાબેન નગીનદાસ કટારાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.