દેશભરમાં પેટ્રોલ પંપો, એલપીજી સ્ટેશનો પર લાંબી કતારો યથાવત
નવી દિલ્હી, પશ્ચિમ એશિયાના સંકટને કારણે ભારતમાં ઊર્જાની કોઇ અછત નથી તેવી સરકારે સ્પષ્ટતા કરી હોવા છતાં દેશભરમાં ઇંધણની કથિત અછતને કારણે ગભરાટ વચ્ચે પેટ્રોલ સ્ટેશનો અને ઘરેલું એલપીજી સેન્ટરો પર લાંબી કતારો જોવા મળી હતી.
સિલિન્ડરના બુકિંગ માટે ભારે ધસારાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની બુકિંગ સિસ્ટમ પણ ઠપ થઈ હતી. ગેસ એજન્સીઓએ વારંવાર સર્વર ક્રેશ થવાની જાણ કરી હતી.
ઉત્તરાખંડ સરકારે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતાના આધારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પૂરા પાડવાનો નિર્ણય કર્યાે હતો અને જરૂર પડ્યે કોમર્શિયલ ઉપયોગ માટે ઇંધણના લાકડા પૂરા પાડવાની તૈયારીઓ શરૂ કરી હતી. કોમર્શિયલ ન્ઁય્ સિલિન્ડરો પર આધાર રાખતી ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ ચેઇન્સને ઇંધણના પુરવઠો ખોરવાઈ જવાનો ડર છે. દેશભરમાં કેટલીક હોટેલો-રેસ્ટોરન્ટોએ તેમના બિઝનેસમા ઘટાડો કરવાની ફરજ પડી હતી.
તમિલનાડુ હોટેલ્સ એસોસિયેશનને જણાવ્યું હતું કે રાજ્યમાં ઘણી નાની અને મધ્યમ કદની રેસ્ટોરન્ટને ફટકો પડ્યો છે. ચેન્નાઇની ઘણી જાણીતી હોટેલોને ઢોસા અને ળાઇડ રાઇસ જેવી વધુ ઇંધણ વાપરતી વાનગીઓ પીરસવાનું બંધ કરવાની ફરજ પડી હતી.દિલ્હીના એક રેસ્ટોરન્ટ માલિકે જણાવ્યું હતું કે સિલિન્ડરની અછત છે.
બમણી કિંમત લગભગ ૧,૫૦૦થી ૨,૦૦૦ ભાવે પણ સિલિન્ડર મળતા નથી. પશ્ચિમ બંગાળના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યભરની શાળાઓમાં રાંધણ ગેસ સિલિન્ડરોની અછતના કારણે મધ્યાહન ભોજન પર અસર થવા લાગી હતી, જેના કારણે અધિકારીઓને લાકડા જેવા વૈકલ્પિક ઇંધણ અપનાવવા પડ્યા હતાં.
આસામ પોલીસે એલપીજી અને અન્ય ઇંધણની અછત અંગે અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી, મુખ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્થાનિક રિફાઇનરીઓ રાજ્યની રસોઈ ગેસની માંગના લગભગ ૩૦ ટકા જ પૂરી કરી શકે છે.
સરકારે અફવાઓ, ખોટી માહિતી અને ભ્રામક અહેવાલોને ટ્રેક કરવા માટે મીડિયા મોનિટરિંગ સમિતિની રચના કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પોલીસ અધિકારીઓને તેમના અધિકારક્ષેત્રમાં ગેસ એજન્સીઓની યાદી તૈયાર કરવા અને શહેરમાં એલપીજી પુરવઠાની સમસ્યાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કર્મચારીઓને તૈનાત કરવાનો આદેશ અપાયો હતો.SS1MS
