Western Times News

Gujarati News

કૃતિકા કામરા અને ગૌરવ કપૂરની મોજીલી વેડિંગ એન્ટ્રી વાયરલ

મુંબઈ, એક્ટ્રેસ કૃતિકા કામરા અને ટેલિવિઝન હોસ્ટ ગૌરવ કપૂર ગુરુવારે લગ્નબંધનમાં બંધાયાં છે. બંન્નેએ મુંબઈના બાંદ્રામાં પોતાનાં ઘરે એક ખાનગી અને નજીકના લોકો વચ્ચે યોજાયેલા સમારંભમાં સિવિલ મેરેજ કર્યાં અને પછી મિત્રો અને પરિવાર સાથે તેની ઉજવણી કરી. લગ્ન પછીની ઉજવણીની કેટલીક સુંદર પળોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.

ખાસ કરીને નવદંપતિની ખુશીભરી વેડિંગ એન્ટ્રી દર્શાવતો એક વીડિયો ખુબ ચર્ચામાં છે.વાયરલ વીડિયોમાં કૃતિકા અને ગૌરવ લગ્ન પછી પહેલીવાર સાથે પ્રવેશ કરતાં જોવા મળે છે. તેમની નજીકના મિત્રો અને મહેમાનો તેમને ઉત્સાહપૂર્વક વધાવતાં અને ડાન્સ કરતાં જોવા મળે છે. આ પળે આખો માહોલ આનંદ અને ઉજવણીથી ભરાઈ ગયો હતો, જે તે સાંજના ખુશનુમા વાતાવરણને સુંદર રીતે દર્શાવે છે.

આ ઉજવણીના વીડિયોમાં અને સમારંભમાં ઘણા જાણીતા સેલિબ્રિટી મિત્રો પણ હાજર હતા, જેમાં ફરહાન અખ્તર, અંગદ બેદી, વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન તેમના પત્ની અને બાળકો સાથે જોવા મળે છે.

લગ્ન સમારંભમાં હાજર રહેલા ઘણા મિત્રોએ સોશિયલ મીડિયા પર તસવીરો અને સંદેશાઓ શેર કરીને દંપતિને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં સોહા અલી ખાન અને શ્રેયા ધનવંતરીએ પણ ભાવુક પોસ્ટ લખી હતી, સાથે બ્રાઇડ મેડ અવતારમાં તેમણે બંનેએ તસવીરો પણ પોસ્ટ કરી હતી. કૃતિકા અને ગૌરવે મોટા પરંપરાગત લગ્ન સમારંભ કરતાં રજિસ્ટર્ડ મેરેજ અને ઘર પર નાની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.