‘વેલકમ ૪’ કન્ફર્મ: ફરી એકવાર મજનુ, શેટ્ટી અને ધુંધરૂની જમાવટ
મુંબઈ, બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી વેલકમ ફરી એકવાર ચર્ચામાં છે. લાંબા સમયથી આ લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ સતત પાછી ઠેલાઈ રહી છે, તે અંગે ચર્ચા છે.
ત્યારે હવે આ ફિલ્મોના પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું છે કે ‘વેલકમ ૪’ પણ હાલમાં સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે. સાથે જ તેમણે ‘વેલકમ ટુ ધ જંગલના વિલંબ’ વિશે ચાલી રહેલી અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી હતી.‘વેલકમ’ શ્રેણીની પ્રથમ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી અને તે સમય જતાં એક કલ્ટ કોમેડી ફિલ્મ બની ગઈ. ત્યારબાદ તેની સિક્વલ વેલકમ બેક ૨૦૧૫માં આવી હતી, જેને પણ બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો.
હવે દર્શકો ત્રીજા ભાગ ‘વેલકમ ટુ ધ જંગલ’ની રાહ જોઈ રહ્યા છે, જે ૨૬ જૂન ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે.પરંતુ ત્રીજી ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ચોથી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે ‘વેલકમ ૪’નું સ્ક્રિપ્ટિંગ હાલમાં આગળ વધી રહ્યું છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરતા નડિયાદવાલાએ જણાવ્યું કે દર્શકોને ફરી એકવાર નાના પાટેકર, અનિલ કપૂર અને પરેશ રાવલ એમના લોકપ્રિય અવતારમાં જોવા મળશે.તેમણે વધુમાં જણાવ્યું કે ફિલ્મમાં એક નહીં પરંતુ એકથી વધુ વિલન જોવા મળશે, જેનો પ્રભાવ “રિક્ટર સ્કેલ પર ૧૦ જેટલો જોરદાર” હશે.
હાલમાં ફિલ્મ માટે તમામ કલાકારોને ફાઇનલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે.નડિયાદવાલાએ એમ પણ કહ્યું કે ફિલ્મના સંગીત અને એક્શન સિક્વન્સને પણ મોટા પાયે તૈયાર કરવાની યોજના છે. જેમાં મધ્યપૂર્વ, આફ્રિકા, અમેરિકા અને ચીન જેવા દેશોના કલાકારો સાથે મળીને કામ થશે.જ્યારે ‘વેલકમ ટુ ધ જંગલ’ના વિલંબ વિશેની અફવાઓ ખોટી ગણાવતા જણાવ્યું, “હવે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેની સફળતા માટે ટીમને શ્રેય આપ્યો.
ફિલ્મના ભવ્ય સ્કેલ અંગે વાત કરતાં નડિયાદવાલાએ જણાવ્યું કે ‘વેલકમ ટુ ધ જંગલ’ના શૂટિંગમાં અનેક આર્મી હેલિકોપ્ટર્સ અને સેંકડો ઘોડાનો ઉપયોગ થયો હતો.તેમણે વધુમાં ખુલાસો કર્યાે કે દુબઈમાં ફિલ્મના એક ગીતના શૂટિંગ માટે લગભગ ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતી અનેક હાઈ-એન્ડ કાર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મ ૨૬ જૂન ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.SS1MS
