Western Times News

Gujarati News

કલાકારોને ખુલીને બોલવાની છૂટ પણ હોવી જોઈએ: કરીના

મુંબઈ, કરીના કપૂર એક એવી એક્ટ્રેસ છે, જેણે ક્યારેય પોતાના સંબંધો કે પ્રેગનન્સીને છુપાવવાની કોશિશ નથી કરી અને પ્રેગનન્સી દરમિયાન પણ કામ કરતી રહી છે.

ત્યારે તાજેતરમાં તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગ્ન અને માતા બન્યાં પછી મહિલાઓ માટે કામના સમય વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યાે છે. કરીનાએ કૅરિઅરની શરૂઆતથી જ પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરવા વિશે વાત કરી છે.દીપિકા પાદુકોણ દ્વારા ૮ કલાકની શિફ્ટની માંગ અંગે ચાલી રહેલી ચર્ચા બાદ હવે કરીના આ વિચારો ચર્ચામાં છે, કરીનાએ જણાવ્યું કે ફિલ્મ શરૂ થાય તે પહેલાં જ કામના નિયમો અને મર્યાદાઓ સ્પષ્ટ હોવા જોઈએ.

કરીના કપૂરે કહ્યું, “બધું કામ સારી રીતે આયોજનબદ્ધ હોવું જોઈએ અને શરૂઆતથી જ સ્પષ્ટતા હોવી જરૂરી છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે ‘હું આટલું જ કામ કરી શકીશ કારણ કે મારે મારા બે બાળકો પાસે પાછાં જવું છે.’”તેણે આગળ કહ્યું,“જો કોઈ મહિલા લગ્ન કરી ચૂકી હોય અને બાળકો પણ હોય, અને તે વધુ સમય કામ કરવા માંગતી ન હોય તો તેને એ કહેવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ કે ‘હું માત્ર આટલા કલાકો માટે જ કામ કરી શકું છું.’

ફિલ્મ શરૂ થાય તે પહેલાં જ આ વાત સ્પષ્ટ કરી દેવી સારી.”ગયા વર્ષે દીપિકા પાદુકોણે ૮ કલાકની શિફ્ટની માંગ કરી હતી, જેના કારણે ચર્ચા શરૂ થઈ હતી. આ મુદ્દા બાદ તે સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ હતી. તે ઉપરાંત વૈજંતી મૂવીઝએ પણ જાહેરાત કરી હતી કે દીપિકા હવે ‘કલ્કી ૨૮૯૮ એડી’ની સિક્વલનો ભાગ રહેશે નહીં.

કંપનીએ જણાવ્યું હતું કે આ નિર્ણય “ગંભીર વિચારણા” પછી લેવામાં આવ્યો છે અને આવી મોટી ફિલ્મ માટે વધારે પ્રતિબદ્ધતા જરૂરી હોય છે.પછી દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઘણા “પુરુષ સુપરસ્ટાર” વર્ષાેથી માત્ર ૮ કલાક કામ કરે છે, પરંતુ તેની ક્યારેય ચર્ચા થતી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.