Western Times News

Gujarati News

હવે ધુરંધરની ટિકિટની કિંમતે પણ રેકોર્ડ તોડ્યા

મુંબઈ, પહેલાં રણવીર સિંહની ધુરંધરે સૌથી લાંબી ફિલ્મ હોવાનો રેકોર્ડ તોડ્યો, પછી પહેલી ફિલ્મે કમાણીના રેકોર્ડ તોડ્યા, હવે ફિલ્મનાં બીજા ભાગે એડવાન્સ બૂકિંગના રેકોર્ડ બનાવવાના શરૂ કર્યા છે, ત્યાં હવે આ ફિલ્મના નામે એક નવો રેકોર્ડ બન્યો છે. ફિલ્મનાં પેઇડ પ્રિવ્યુ અને એડવાન્સ બૂકિંગ માટે ટિકિટ વેંચાવાની શરૂ થઈ ગઈ છે.

ટ્રેડ અને ફિલ્મ ઉદ્યોગનાં નિષ્ણાતોને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું છે કે ટિકિટની કિંમતો ખુબ ઊંચી હોવા છતાં શોઝ ઝડપથી હાઉસફુલ થઈ રહ્યા છે.આ ફિલ્મ માટે ટિકિટના ભાવ એટલા ઊંચા છે કે તેણે અગાઉના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે, જેમાં ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’, ‘સ્ત્રી ૨’ અને ઓપેનહાઇમર જેવી ફિલ્મોના ટિકિટ ભાવ પણ પાછળ રહી ગયા છે.

મુંબઈનાં સ્કાય સિટી મોલ, બોરીવલીમાં આવેલાં આઈનોક્સ મેગાપ્લેક્સ સ્કાય સિટીમાં રાત્રે ૧૦ઃ૧૫ અને ૧૧ઃ૧૫ ના શોઝ માટે ઇન્સિનિયા ક્લાસમાં ટિકિટની કિંમત ૨૯૦૦ અને ૩૧૦૦ રાખવામાં આવી છે.

જ્યારે રીક્લાઈનર પ્રાઇમ ક્લાસના ટિકિટના ૩૧૦૦ હોવા છતાં લગભગ બધી સીટ્‌સ ભરાઈ ગઈ છે. ૧૨ માર્ચ સવારે ૮ઃ૩૦ વાગ્યા સુધી બંને શોઝ માટે માત્ર એક-એક ટિકિટ જ બાકી હતી.ડિસેમ્બર ૨૦૨૪માં મેસન પીવીઆર, જિયો વર્લ્ડ ડ્રાઈવ, બીકેસીમાં પુષ્પા ૨ માટે ૩૦૦૦ની ટિકિટ વેંચાઈ હતી, જે તે સમયની સૌથી મોંઘી ટિકિટ હતી. હવે ‘ધુરંધરઃ ધ રિવેન્જ’એ આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.માત્ર મુંબઇમાં જ આ સ્થિતિ છે, એવું નથી.

બેંગલુરુના આઈનોક્સ સ્૫ ઇસિટીમાં ડાઇન-ઇન સ્ક્રીન માટે ટિકિટની કિંમત ૨૦૦૦થી ૨૯૦૦ સુધી છે.મુંબઈના અન્ય થિએટર્સમાં પણ ઊંચી કિંમતો જોવા મળે છે, જેમકે પીવીઆર લોવર આઈમેક્સમાં રીક્લાઈનર સીટના ૨૫૦૦, આઈનોક્સ મલાડમાં ઇન્સિગ્નિયા ક્લાસની ટિકિટ ૨૨૦૦, પીવીઆર વરસોવામાં રીક્લાઈનર સીટના ૧૯૦૦ થી ૨૧૦૦ કિંમત છે. આઇક્સ નરિમન પોઇન્ટમાં રીક્લાઈનર કેટેગરીની ટિકિટની કિંમત ૨૩૦૦ થી ૨૫૦૦ છે.

જ્યારે દિલ્હી-દ્ગઝ્રઇમાં તો ૨૦૦૦થી પણ ભાવ રખાયા છે. જેમકે, પીવીઆર વેગાસ દ્વારકામાં લક્સ ક્લાસમાં ૨૦૦૦, પીવીઆર લુપરપ્લેક્સ લોજિક્સમાં ગોલ્ડ ક્લાસની ટિકિટ ૨૩૦૦, પીવઆર એમ્બિયન્સ માલમાં ૨૦૦૦થી ૨૪૦૦ની ટિકિટ, પીવીઆર સિલેક્ટ સિટિવોકમાં ૨૦૦૦થી ૨૪૦૦ રૂપિયાની ટિકિટ છે. આ સ્થિતિ માત્ર મોટી મલ્ટિપ્લેક્સ ચેનમાં જ છે એવું નથી. સિંગલ સ્ક્રીન થિએટરમાં પણ સ્થિતિ કમ નથી.

જેમકે, મુંબઈના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં પણ ટિકિટના ભાવ વધ્યા છે. ગાએટી-ગેલેક્સીમાં બાલ્કની ટિકિટ ૨૨૦ની અને સ્ટોલ ટિકિટ ૧૮૦ની, તો મરાઠા મંદિરમાં બાલ્કનીનાં ૨૨૦, જ્યારે નિશાંત સિનેમામાં સૌથી સસ્તી ટિકિટ લોવર સ્ટોલનાં ૧૫૦, અપર સ્ટોલના ૧૮૦ અને બાલ્કનીની ટિકિટના ૨૦૦ રૂપિયા છે.

એક દૃશ્ટિએ આ દર સામાન્ય લાગે છે, પરંતુ સામાન્ય રીતે આ થિયેટરમાં ટિકિટ ૭૦, ૮૦ અથવા ૧૦૦માં મળતી હોય છે, તેથી આ કિંમતો પણ અહીં માટે ખુબ ઊંચી ગણાય છે. કુલ મળીને, ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ માટેનો ઉત્સાહ એટલો ઊંચો છે કે રેકોર્ડ તોડતી ટિકિટ કિંમતો હોવા છતાં દર્શકો ફિલ્મ જોવા માટે ઉત્સુક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.