ઈરાનના ખર્ગ દ્વીપ પર અમેરિકાએ હુમલો કર્યાનો ટ્રમ્પનો દાવો
File Photo
વોશિંગ્ટન ડીસી, ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાએ એક મોટો દાવો કર્યાે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાની સેનાએ ઈરાનના ખર્ગ દ્વીપ પર બોમ્બમારો કરીને તમામ સૈન્ય ઠેકાણા સંપૂર્ણ નષ્ટ કર્યા છે. આ હુમલો અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેનો હેતુ ઈરાનમાં ઉભા થઈ રહેલા ખતરાને ઓછો કરવાનો હતો.
આ ઉપરાંત ટ્રમ્પે મહત્ત્વના ઓયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગામી નિશાન બનાવવામાં આવશે તેવી ચેતવણી આપી હતી.ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, આ હુમલો મધ્ય પૂર્વના ઈતિહાસના સૌથી શક્તિશાળી બોમ્બમારા અભિયાન પૈકીનું એક હતું. અમેરિકન સેનાએ ખાર્ગ દ્વીપ પર તમામ સૈન્ય ઠેકાણાને નિશાન બનાવીને સંપૂર્ણ રીતે નાશ કર્યા છે.
ઊર્જાના પુરવઠા પર કોઈ અસર ન પડે તે માટે અમેરિકાએ જાણી જોઈને દ્વીપના ઓયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન નથી બનાવ્યા.ખર્ગ દ્વીપ ઈરાન માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
તે ફારસની ખાડી સ્થિત એક મોટું તેલ નિકાસ કેન્દ્ર છે. અહીંયાથી ઈરાનના ઓયલનો મોટો હિસ્સો દુનિયાના વિવિધ દેશોમાં જાય છે. આ કારણે આ દ્વીપ ઈરાનની ઊર્જા વ્યવસ્થાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે.
ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાની સેના પાસે એટલી તાકાત છે કે તેઓ દ્વીપના સંપૂર્ણ ઓયલ માળખાને પણ નાશ કરી શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, ઈરાન કે અન્ય કોઈ દેશ હોર્મુઝ ખાડીમાંથી પસાર થતાં જહાજો પર હુમલો કરશે તો અમેરિકા તેનો નિર્ણય બદલી શકે છે.
આ સ્થિતિમાં અમેરિકા દ્વીપના તેલ માળખાને નિશાન બનાવવા પર વિચાર કરશે.આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું, તેમના પ્રથમ કાર્યકાળથી લઈને અત્યાર સુધીમાં તેમણે અમેરિકન સેનાને વિશ્વની સૌથી શક્તિશાળી અને ઘાતક સેના બનાવી દીધી છે. ઈરાન પાસે અમેરિકાના હુમલનો સામનો કરવાની ક્ષમતા નથી.SS1MS
