Western Times News

Gujarati News

પ્રકાશ ઝાએ રાજનીતિ ટુ બનાવવા માટે તૈયારીઓ શરુ કરી

મુંબઈ, કંઈક અંશે મહાભારતનું કથાનક તો અમુક રીતે ક્લાસિક હોલિવુડ ફિલ્મ ‘ગોડફાધર’ પરથી પ્રેરિત ફિલ્મ ‘રાજનીતિ’નો બીજો ભાગ બની રહ્યો છે. દિગ્દર્શક પ્રકાશ ઝાએ પોતે કન્ફર્મ કર્યું છે કે પોતે ફિલ્મની તૈયારી ચાલુ કરી દીધી છે.

હાલ ફિલ્મ પ્રિ પ્રોડક્શન સ્ટેજમાં છે. જોકે, મૂળ ફિલ્મના કલાકારો રણબીર કપૂર, કેટરિના કૈફ, અજય દેવગણ તથા નાના પાટેકર આ ફિલ્મમાં પણ રીપિટ થશે કે કેમ તે હજુ જાહેર કરાયું નથી. ૧૬ વર્ષ પહેલાં આવેલી મૂળ ફિલ્મનો ‘કરારા જવાબ મિલેગા ‘ ડાયલોગ આઈકોનિક બની ચૂક્યો છે અને અત્યારે પણ જુદા જુદા સંદર્ભમાં તેનો ઉપયોગ થતો હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.