Western Times News

Gujarati News

હોર્મુઝ ખાડી માટે યુદ્ધ જહાજો મોકલવા ટ્રમ્પની હાકલનું સૂરસુરિયું

કેરો, હોર્મુઝની ખાડીને ‘ખુલ્લી તથા સલામત’ રાખવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા બ્રિટન સહિત અનેક દેશોને યુદ્ધ જહાજો મોકલવા હાકલ કરી હતી.

ઓઈલની કિંમતોમાં ભડકો વૈશ્વિક અર્થતંત્રને દઝાડી રહ્યો છે ત્યારે આ યુદ્ધમાં ઝુકાવવા મોટાભાગના દેશો આનાકાની કરી રહ્યા છે. યુએસ એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટના જણાવ્યા મુજબ, કેટલાક દેશો સાથે સંવાદ ચાલી રહ્યો છે અને ચીન હકારાત્મક ભાગીદાર બનશે તેવી અપેક્ષા હતી. જો કે હજુ સુધી કોઈ દેશે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘાચીએ કહ્યું હતું કે, પોતાના જહાજોને સેફ પેસેજ આપવા સંદર્ભે ઘણા દેશોએ ઈરાનનો સંપર્ક કર્યાે છે અને હવે સૈન્ય ઉચિત નિર્ણય લેશે.

યુએસ-ઈરાન વચ્ચે પરોક્ષ વાતચીત ચાલી રહી હતી ત્યારે યુએસ-ઈઝરાયેલે ૨૮ ફેબ્›આરીએ ઈઝરાયેલ-યુએસ દ્વારા આયોજનબદ્ધ હુમલા શરૂ થયા હતા. બ્રિટનના એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે કહ્યું હતું કે, હોર્મુઝની ખાડી ફરી શરૂ કરવાનું જરરી છે અને આગામી પગલા અંગે મિત્ર રાષ્ટ્રો સાથે સંતલસો ચાલી રહી છે.

દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની હાકલને ઠંડો પ્રતિસાદ આપતા કહ્યું હતું કે, ઝીણવટથી સ્થિતિની સમીક્ષા થઈ રહી છે અને તે સંદર્ભે યુએસ સાથે વાટાઘાટો થશે. ગુરુવારે જાપાનના વડાપ્રધાન સેને ટાકાઈચી વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને મળવાના છે. જેમાં ટ્રમ્પ આ મામલે સીધી વાત કરે તેવી શક્યતા છે.

ચીન તરફથી સત્તાવાર જવાબ અપાયો નથી, જ્યારે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને યુરોપ, ભારત તથા અન્ય એશિયન દેશો સાથે કામ કરી હોર્મુઝની ખાડીમાંથી જહાજોને સલામત બહાર લાવવાનો વિચાર રજૂ કર્યાે છે. વિશ્વના મોટાભાગના દેશો ક્‰ડનું સંકટ હળવું કરવા પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ, ૪૧૨ મિલિયન બેરલ ક્‰ડ વૈશ્વિક બજારમાં દેખાશે. આસિયાનના સભ્ય દેશો તત્કાલ અસરથી ક્‰ડનો સ્ટોક ઠાલવી રહ્યા છે.

ત્રીજા અઠવાડિયામાં પ્રવેશેલું આ યુદ્ધ ધીમું પડવાના બદલે વધુ ઉગ્ર થઈ રહ્યું છે. ઈરાને અગાઉ યુનાઈટેડ આરબ એમિરેટ્‌સના ત્રણ બંદર ખાલી કરવા ચેતવણી આપેલી હતી. ત્યારબાદ રવિવારે ઈરાને બેહરિન, સાઉદી એરેબિયા અનેયુએઈ પર હુમલા ચાલુ રાખ્યા હતા. અમેરિકાની સંપત્તિ ન હોય તેવા સ્થળો પર ઈરાને પ્રથમ વખત હુમલા કર્યા છે. કારણ કે ઈરાન માને છે કે, ખર્ગ અને અબુ મુસા ટાપુ પર હુમલા કરવા માટે અમેરિકાએ યુએઈના બેઝનો ઉપયોગ કર્યાે હતો.

મધ્ય ઈઝરાયેલ અને તેલ અવીવમાં રહેણાક વિસ્તારો અને આશ્રયસ્થળો પર ઈરાને મિસાઈલ હુમલા કર્યા હતા. ઈરાને હુમલા માટે ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યાે છે, જેને ઈરાનની એર ડીફેન્સ સીસ્ટમ આંતરી શકી નથી. જેના કારણે રવિવારે ૨૩ સ્થળે નુકસાન પહોંચ્યુ હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.