Western Times News

Gujarati News

૧૯ ફાયર સ્ટેશનનાં ૨ વર્ષનાં વીજ બિલ વર્ષે ૪ કરોડથી વધુ

અમદાવાદ, શહેરીજનોને આગ અને અકસ્માત સહિતની કુદરતી તેમજ માનવસર્જીત આપત્તિ સમયે રાહત-બચાવની કામગીરી કરતાં ફાયર બ્રિગેડનાં કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનાવાયેલાં ક્વાટર્સ અને ઓફિસ વગેરેનાં છેલ્લા બે વર્ષનાં જ વીજળી બિલ બે કરોડ ઉપર આવતાં ઉચ્ચ અધિકારીઓ કોઇ નીતિવિષયક નિર્ણય લેતા નથી તે પૂરવાર થયું છે.

શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં નાગરિકોને વિવિધ પ્રકારની આફતમાંથી બચાવવા માટે કરોડો રૂપિયાનાં ખર્ચે કુલ ૧૯ જેટલાં ફાયર સ્ટેશન, ફાયરમેન ક્વાટર્સ અને ઓફિસર્સ ક્વાટર્સ બનાવવામાં આવ્યા છે.

જ્યાં રહેતાં ફાયરમેન તથા ઓફિસર્સનાં ઘરે વપરાતી વીજળીનાં બિલ મ્યુનિ. તિજોરીમાંથી ચૂકવવામાં આવતાં હોવાથી અનેક ફાયરમેન તથા ઓફિસર મનફાવે તેમ વીજવપરાશ કરી મ્યુનિ. તિજોરી ઉપર બિનજરૂરી ભારણ વધારી રહ્યાં છે.

આ બાબતે મ્યુનિ.કોંગ્રેસનાં પૂર્વ કોર્પાેરેટર નિરવ બક્ષીએ તેમને મળેલી માહિતીનાં આધારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ૧૯ ફાયર સ્ટેશનમાં ફાયરમેનનાં ક્વાટર્સ અને કોમન વપરાશનાં લાઇટબિલ અંગે માહિતી ચોંકાવનારી છે.

સને ૨૦૨૪-૨૫નાં વર્ષમાં ૧૯ ફાયર સ્ટેશનનાં ક્વાટર્સનું કુલ વીજળી બિલ ૧,૮૨,૧૩,૪૨૨ રૂપિયા અને કોમન વપરાશનું કુલ વીજળી બિલ ૬૪,૫૨,૨૬૧ રૂપિયા આવ્યું છે. તેવી જ રીતે સને ૨૦૨૫-૨૬નાં વર્ષમાં ૧૯ ફાયર સ્ટેશનનાં ક્વાટર્સનું કુલ વીજળી બિલ ૧,૬૪,૦૧,૪૦૨ રૂપિયા તેમજ કોમન વપરાશનું લાઇટ બિલ ૫૮,૫૯,૪૫૧ રૂપિયા આવ્યું છે.

આમ બે વર્ષનું કુલ લાઇટ બિલ સાડા ચાર કરોડથી વધુ આવ્યું છે.તેમણે કહ્યું કે, ફાયર બ્રિગેડનાં ક્વાટર્સમાં રહેતાં ઓફિસર કરતાં ફાયરમેન અને ડ્રાઇવરનાં ઘરનાં લાઇટ બિલ વધારે આવી રહ્યાં છે તે તપાસનો વિષય છે. કેટલાય ફાયરમેન અને ડ્રાઇવર તેમનાં ક્વાટર્સમાં કયા કયા પ્રકારનાં વીજઉપકરણોનો વપરાશ કરી રહ્યાં છે અને તેના માટે તેઓ યોગ્ય લાયકાત(એલીજીબલ) ધરાવે છે કે કેમ તેની પ્રમાણિક વિજિલન્સ તપાસ કરાવીને સ્પષ્ટતા કરવામાં આવે તે મ્યુનિ.તિજોરીનાં હિતમાં છે.

એટલુ જ નહિ આ વીજ વપરાશ અને વીજળીબિલને જોતાં ફાયરબ્રિગેડનાં ક્વાટર્સનાં લાઇટબિલ અંગે ચોક્કસ નીતિનિયમો ઘડવા આવશ્યક બન્યાં છે.૨૦૨૪-૨૫નાં વર્ષમાં નવરંગપુરા, થલતેજ, નિકોલ, શાહપુર, પ્રહલાદનગર અને નિકોલ ફાયર સ્ટેશનનાં વીજળી બિલ સૌથી ટોચ ઉપર છે.

તેવી જ રીતે ૨૦૨૫-૨૬નાં વર્ષમાં પણ નવરંગપુરા, મણિનગર, થલતેજ અને નિકોલ ફાયર સ્ટેશનનાં લાઇટ બિલ સૌથી વધુ આવ્યા છે. મ્યુનિ.કોંગ્રેસનાં પૂર્વ કોર્પાેરેટર નિરવ બક્ષીએ આક્ષેપ કર્યાે હતો કે, ફાયર બ્રિગેડમાં ભરતી કૌભાંડ અને સાધનસામગ્રી ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.