Western Times News

Gujarati News

બાળ કલાકારો માટે થેરાપી ‘ફરજિયાત’ હોવી જોઈએ

મુંબઈ, હેરી પોટરની ફિલ્મોથી ઘર-ઘરમાં જાણીતા બની ગયેલા હોલિવૂડ એક્ટર ડેનિયલ રેડક્લિફે બાળ કલાકારો પર પડતા દબાણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે ઘણી મહત્વની વાત કરી છે.

તેનું માનવું છે કે બાળ કલાકારો માટે થેરાપી ફરજિયાત બનાવવી જોઈએ, કારણ કે ખૂબ નાની ઉંમરે મળતી પ્રસિદ્ધિ અને દબાણ તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.એક પોડકાસ્ટમાં વાત કરતા ડેનિયલ રેડક્લિફે જણાવ્યું કે ઘણા લોકો માને છે કે બાળ કલાકારોનું જીવન સ્વપ્ન જેવું હોય છે, પરંતુ હકીકતમાં પરિસ્થિતિ ઘણીવાર ખૂબ અલગ હોય છે. તેણે બાળ કલાકારોને મળતા માનસિક દબાણ વિશે ખુલીને વાત કરી હતી.

તેણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષાેમાં કેટલીક દુખદ ઘટનાઓ સામે આવી છે, જેના કારણે આ મુદ્દા પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે.ડેનિયલે કહ્યું, “છેલ્લા કેટલાક વર્ષાેમાં ખરેખર કેટલીક દુઃખદ ઘટનાઓ સામે આવી છે.

થેરાપીને સામાન્ય ગણો અને જરૂર પડે તે પહેલાં જ થેરાપી શરૂ કરો.” ડેનિયલના મતે ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગની વ્યવસ્થામાં થેરાપીને બાળ કલાકારો માટે ફરજિયાત ભાગ તરીકે સામેલ કરવી જોઈએ.તેણે કહ્યું, “લોકો માને છે કે ચાઇલ્ડ સ્ટાર્સનું જીવન એક પરફેક્ટ સ્વપ્ન છે, પરંતુ પડદા પાછળ તે ઘણી વખત ભારે દબાણભર્યું હોઈ શકે છે.

એ કારણે જ થેરાપીને સિસ્ટમનો એક ભાગ બનાવવો જોઈએ.” ડેનિયલ રેડક્લિફે હેરી પોટર એન્ડ ધ સોર્સરર્સ સ્ટોનથી શરૂ થયેલી હેરી પોટર ફિલ્મ સિરીઝ દરમિયાનનાં પોતાનાં અનુભવ વિશે પણ વાત કરી. તેણે જણાવ્યું કે જ્યારે ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં પ્રથમ ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે ખાસ ચર્ચા થતી નહોતી.

તેમ છતાં તે પોતાને ભાગ્યશાળી માને છે કે તેની આસપાસ સહાયક અને સમજદાર લોકો હતાં, જેનાં કારણે તેનો અનુભવ સકારાત્મક રહ્યો.જે.કે. રોલિંગની બૂક સિરીઝ પરથી આધારીત આ ફિલ્મમાં ડેનિયલે ૧૨ વર્ષની ઉંમરથી કામ શરૂ કર્યું હતું, જેમાં હેરી પોટર અને તેના મિત્રો હર્માયની ગ્રેન્જર અને રોન વીઝલીની સ્ટોરી દર્શાવવામાં આવી હતી, જેમાં તેઓ હોગવટ્‌ર્સ સ્કૂલ ઓફ વિચક્રાફ્ટ એન્ડ વિઝાર્ડરીમાં ભણતાં હતાં અને રાક્ષસી જાદુગર લોર્ડ વોલ્ડમોર્ટ સામે લડતા દેખાય છે. ‘હેરી પોટર’ સિરીઝની ફિલ્મો પૂર્ણ થયા પછી ડેનિયલ રેડક્લિફે ફિલ્મો અને રંગમંચ બંનેમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ અજમાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.