કૃતિકા કમરા અને ક્રિકેટ કોમેન્ટેટર લગ્નબંધનમાં બંધાયા
મુંબઈ, અભિનેત્રી કૃતિકા કમરા અને ક્રિકેટ કોમેન્ટેટર ગૌરવ કપૂર હવે લગ્નબંધનમાં બંધાયા છે. બંનેએ મુંબઈમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. આ સમારંભમાં નજીકનાં પરિવારજનો અને ખાસ મિત્રો હાજર રહ્યાં હતાં.
અભિનેતા ફરહાન અખ્તર, મલાઇકા અરોરા, નેહા ધુપિયા, સોહા અલી ખાન સહિત અનેક જાણીતાં લોકો પણ હાજર રહ્યાં હતાં.કૃતિકા કમરા અને ગૌરવ કપૂરે મુંબઈમાં એક નાનકડા સમારંભમાં લગ્ન કર્યા. બંનેએ ગૌરવ કપૂરના ઘરે પરિવાર અને નજીકનાં મિત્રો વચ્ચે સાઇનિંગ કરીને તેમના લગ્નને સત્તાવાર બનાવ્યા.
આ કપલે ડિસેમ્બર ૨૦૨૫માં તેમનાં સંબંધ વિશે ખુલ્લીને સ્વીકાર કર્યાે હતો. પરંપરાગત મોટા અને ભવ્ય લગ્ન કરવા કરતાં બંનેએ સરળ અને ખાનગી રીતે સાઇનિંગ સમારંભ દ્વારા લગ્ન કરવાનો નિર્ણય લીધો.લગ્નની સાઇનિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કૃતિકા અને ગૌરવે મીડિયા માટે ફોટા પણ પડાવ્યા.
આ ખાસ દિવસે કૃતિકાએ લાલ રંગની સાડી પહેરી હતી, જ્યારે ગૌરવ કપૂરે આઇવરી રંગનું બંધગળાવાળી શેરવાની અને સફેદ પેન્ટ પહેર્યા હતા.કૃતિકા કમરા તાજેતરમાં ધ ગ્રેટ શમસુદ્દીન ફેમિલી નામની ફિલ્મમાં જોવા મળી હતી, જે જીયો હોટસ્ટાર પર ઉપલબ્ધ છે. તે ઉપરાંત તેઓ ૨૦૨૫ની સિરીઝ સારે જહાં સે અચ્છામાં પણ જોવા મળી હતી.ગૌરવ કપૂર લાંબા સમયથી ચાલી રહેલી લોકપ્રિય સિરીઝ બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ માટે ખાસ જાણીતાં છે, જેમાં તેઓ અનેક જાણીતાં ખેલાડીઓ સાથે વાતચીત કરતાં જોવા મળે છે.SS1MS
