Western Times News

Gujarati News

પતિએ જ નશાની હાલતમાં પત્નિને મિત્રોના હવાલે કરી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું

AI Image

વરાછામાં પ્રેમલગ્ન કરનાર રત્નકલાકાર પતિની હેવાનિયત

સુરત, સુરતના વરાછામાં કાપોદ્રામાં પ્રેમલગ્ન કરનાર એક પરિણીતા સાથે જ તેના જ પતિ અને મિત્રોએ મળીને આચરેલા સામૂહિક દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના સામે આવી છે.

હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકાર પતિએ દારૂના નશામાં ભાન ભૂલી પત્નીને હેવાન મિત્રોના હવાલે કરી દીધી હતી. મિત્રોએ આ તકનો લાભ લઈને સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ચકચારી મામલે કાપોદ્રા પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી પતિ સહિત ત્રણ નરાધમોની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

કાપોદ્રા પોલીસના કહેવા પ્રમાણે ઘટનાની વિગતો એવી છે કે, મૂળ અમરેલી પંથકના વતની અને હાલ કાપોદ્રાની એક સોસાયટીમાં ભાડાના મકામાં રહેતા રત્નકલાકાર યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. પતિ સાથે કામ કરતા તેના ત્રણ મિત્રો અજય, જગો અને ચિરાગ અવાર-નવાર તેમના ઘરે આવતા-જતા હતા.

મે ર૦રપની એક રાત્રે પતિએ આ ત્રણેય મિત્રો સાથે મળી ઘરમાં જ દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં ચૂર પતિ અને તેના મિત્રોએ પરિણીતા સાથે ગાળાગાળી કરી મારઝૂડ શરૂ કરી હતી.

પતિએ નશામાં ચકચૂર બનીને પોતાની પત્નીને તેના ત્રણેય મિત્રોના હવાલે કરી દીધી હતી. ત્યારબાદ નરાધમોએ બળજબરી કરી પતિની હાજરીમાં જ ત્રણેય મિત્રોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું અને પતિ પણ આ પાપમાં સામેલ થયો હતો. આ કરતૂત બાદ આરોપીઓએ પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી મોઢું બંધ રાખવા દબાણ કર્યું હતું.

આ ભયાનક ઘટના બાદ પણ પીડિતા સમાજના ડરે અત્યારચાર સહન કરતી રહી હતી પરંતુ પતિની હેવાનિયત અહીં અટકી નહોતી. તે અવાર-નવાર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પન્ની પર દબાણ કરતો હતો. અંતે કંટાળેલી પરિણીતાએ હિંમત કરી ઘર છોડી દીધું હતું અને કાપોદ્રા પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.