જાયન્ટ્સ મોડાસા અને જાયન્ટ્સ મોડાસા સહિયરનો શપથવિધિ સમારોહ યોજાયો
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા ખાતે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન-૧ હેઠળ જાયન્ટ્સ મોડાસા અને જાયન્ટ્સ મોડાસા સહિયરનો વર્ષ ૨૦૨૬નો શપથવિધિ સમારોહ જેસીસ હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે પાટણ, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માલપુર, કડી, કલોલ અને ચાણસ્મા સહિત વિવિધ શહેરોમાંથી જાયન્ટ્સ સંસ્થાના સેવાકીય કાર્યકર્તાઓ અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ તરીકે અમરીશ પંડ્યા તથા જાયન્ટ્સ મોડાસા સહિયર પ્રમુખ તરીકે શર્મિષ્ઠાબેન દરજીએ શપથ ગ્રહણ કર્યા હતા. ઉપરાંત બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ભાવસાર, રામભાઈ પટેલ, જલ્પાબેન ભાવસાર અને છાયાબેન સોનીએ શપથ લીધા હતા.
મંત્રી તરીકે વિનોદ ભાવસાર અને મીનાબેન કંસારા તેમજ ખજાનચી તરીકે મિત પટેલ અને મીનલ ભાવસારે જવાબદારી સંભાળી હતી. સાથે વિવિધ સમિતિઓના ડાયરેક્ટરશ્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યો હતો.
કાર્યક્રમમાં જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના ચેરમેન દ્રુપદભાઈ જોષી, ઝોન-૧ના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ઉમિયા મંદિર મોડાસાના વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી, નેશનલ કમિટીના સભ્ય નિલેશ જોષી, જેસીસ મોડાસાના ચેરમેન નવનીત પરીખ, વાઈસ ચેરમેન સુરેન્દ્રસિંહ રાઠોડ, જોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર, ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર વનિતાબેન પટેલ તથા લકુલીશ યોગાશ્રમના પ્રમુખ વિનોદ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના ચેરમેન દ્રુપદ જોષી અને ઇન્ટરનેશનલ કમિટી મેમ્બર નિલેશ જોષીએ જાયન્ટ્સ મોડાસા સંસ્થા સેવાકીય પ્રવૃત્તિના ૧૫માં વર્ષમાં પ્રવેશી રહી છે તે બદલ તમામ સભ્યોને અભિનંદન પાઠવી નવી ટીમને ટીમવર્કથી કાર્ય કરી મોડાસામાં સેવાકીય સુગંધ ફેલાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, માલપુર જાયન્ટ્સના પ્રમુખ અનિરુદ્ધસિંહ વીરપુરા તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી જાયન્ટ્સ સંસ્થાના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા.
