Western Times News

Gujarati News

સિદ્ધાર્થ મલ્હાત્રાને કરણ જોહર વધુ એક ફિલ્મ આપશે

મુંબઈ, કરણ જોહરે પોતાના માનીતા હિરો સિદ્ધાર્થ મલ્હાત્રાને વધુ એક ફિલ્મ આપી છે. સતત ફલોપ જઈ રહેલા સિદ્ધાર્થની કેરિયર બચાવવા માટે કરણે આ પગલું ભર્યું છે.

સિદ્ધાર્થ અગાઉ કરણ જોહરની છ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. કરણે જ સિદ્ધાર્થને ‘સ્ટુડન્ટ ઓફ ધી યર’, ‘શેરશાહ’ સહિતની ફિલ્મો આપી હતી. સિદ્ધાર્થ રોમાન્ટિક હિરો તરીકે સેટ થઈ શક્યો નથી. તેણે વચ્ચે એકશન હિરો બનવાનો પણ પ્રયાસ કર્યાે હતો પરંતુ તેમાં પણ તેને સફળતા મળી નથી. તે કમર્શિઅલી સેલેબલ સ્ટાર નહિ ગણાતો હોવાથી મોટાભાગના પ્રોડયૂસર તેને ટાળી રહ્યા છે. આ સંજોગોમાં તેની પાસે વારંવાર કરણની ફિલ્મો કરવા સિવાય કોઈ ખાસ સ્કોપ રહેતો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.