Western Times News

Gujarati News

ભરૂચ નગરપાલિકાના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના પાંચ વર્ષની કાર્યકાળ પૂર્ણ થતા આજ રોજ પાલિકાના સભાખંડમાં પ્રમુખ તથા સભ્યોનો વિદાય સમારોહ યોજાયો હતો.કાર્યક્રમ દરમ્યાનપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ,કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષી દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

વિદાય સમારોહમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ અને જનસેવા માટે વિવિધ કામો હાથ ધરી શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.તેમણે આ અવસરે તમામ સભ્યોના કાર્યને યાદ કરી તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પ્રમુખ વિભૂતિબા યાદવે પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સભ્યોના સહકારથી જ છેલ્લા અઢી વર્ષ દરમ્યાન શહેરના વિકાસ માટે અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાયી છે. તેમણે સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ દરમ્યાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની આગલી કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.