મને પણ ક્યારેક અરિજિતની જેમ બ્રેક લેવાનો વિચાર આવે છે: શ્રેયા
મુંબઈ, ગાયક અરિજિત સિંઘે જ્યારથી પ્લેબૅક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારથી આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે હવે શ્રેયા ઘોષાલે આ અંગે પ્રતિસાદ આપ્યો છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શ્રેયા ઘોષાલે કહ્યું કે અરિજિત સિંહની સંગીત પ્રત્યેની નિષ્ઠા એ તેની નિવૃત્તિ પાછળનાં મુખ્ય કારણોમાંનું એક છે જેના કારણે દર્શકો તેની સાથે પોતાને એટલા ગાઢ રીતે જોડાયેલા અનુભવે છે.ગાયિકા શ્રેયા ઘોષાલે બોલિવૂડમાં પ્લેબેક સિંગિંગમાંથી દૂર થવાના અરિજિત સિંહના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને સ્વીકાર્યું છે કે તેને પણ ક્યારેક બ્રેક લેવાનો વિચાર આવ્યો છે.
શ્રેયાએ કહ્યું કે આવા નિર્ણય માટે જે હિંમત જોઈએ છે તેની તે પ્રશંસા કરે છે.શ્રેયાએ અરિજિત સિંહના નિવૃત્તિના નિર્ણય અને પોતે પણ ક્યારેક બ્રેક લેવાની ઇચ્છા અંગે ખુલાસો કર્યાે. શ્રેયાએ કહ્યું કે લાઇવ પરફોર્મ કરવું એક કલાકાર તરીકે તેની ઓળખનો મૂળ ભાગ છે અને સ્ટેજ પર લિપ-સિંક કરવું એવી વસ્તુ છે જેના પર તે ક્યારેય આધાર રાખવા માંગતી નથી. તેણે કહ્યું, “મને એ સાથે ખૂબ અસ્વસ્થતા થાય છે. જે દિવસે મારે એવું કરવું પડશે, તે દિવસે હું ગાવાનું બંધ કરી દઈશ.”
ફિલ્મો માટેની પ્લેબેક સિંગિંગમાંથી દૂર થવાના અરિજિત સિંહના તાજેતરના નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં શ્રેયાએ કહ્યું કે આવા નિર્ણય માટે જે હિંમત જોઈએ છે તેની તે ખૂબ કદર કરે છે. તેણે કહ્યું, “મને પણ ક્યારેક બ્રેક લેવાનો વિચાર આવે છે. તેણે આ નિર્ણય ખૂબ બહાદુરીથી લીધોપ તે દિલથી સંગીતકાર છે. તે એવું નથી વિચારતા કે તેઓ સંગીત કેમ બનાવી રહ્યા છે અથવા તેમને તેમાં શું મળશે. તેઓ માત્ર એ જ કરે છે જે તેમને ખુશ કરે છે.”SS1MS
