Western Times News

Gujarati News

અમેરિકા છોડો, પ્લેનની મફત ટિકિટ, ૨,૬૦૦ ડોલર બોનસ મેળવો

વોશિંગ્ટન, અમેરિકામાંથી કોઈ પણ ભોગે ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવા મથી રહેલી ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વધુ એક વાર સેલ્ફ ડિપોર્ટેશન માટે જાહેરાત કરી છે.

અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે ભારત સહિતના દેશોના ગેરકાયદે વસાહતીઓને સ્વદેશ જવા માટે પ્લેનની મફત ટિકિટ તથા ૨,૬૦૦ ડોલરનું બોનસ આપવાની જાહેરાત કરતા પોસ્ટર્સ જારી કર્યાં છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (ડીએચએસ)એ જારી કરેલાં આ પોસ્ટર્સમાં ભારતના તાજમહેલ ઉપરાંત કોલંબિયા તથા ચીનના વિવિધ જાણીતાં સ્થળોની તસવીરો આવરી લેવાઈ છે.

હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે એક્સ પરની એક પોસ્ટમાં આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) હોમ એપની મદદથી સેલ્ફ-ડિપોર્ટેશન માટે અરજી કરો અને સ્વદેશ પરત ફરવા માટે પ્લેનની મફત ટિકિટ ઉપરાંત ૨,૬૦૦ ડોલરનું એક્ઝિટ બોનસ મેળવો. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજી વાર કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી, ગયા વર્ષે મે મહિનામાં પ્રોજેક્ટ હોમકમિંગ નામની આ યોજના લોન્ચ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ડિસેમ્બરમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સ માટેના ૩,૦૦૦ ડોલરનું નાણાકીય પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. ડીએચએસ અનુસાર જાન્યુઆરી, ૨૦૨૫થી અત્યાર સુધીમાં આશરે ૨૨ લાખ ગેરકાયદે વસાહતીઓ આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે. ડીએચએસે અગાઉ એક નોંધમાં જણાવ્યું હતું કે, કોઈ એક ગેરકાયદે વસાહતીને પરાણે દેશનિકાલ કરવાનો ખર્ચ આશરે ૧૮,૨૪૫ ડોલર જેટલો થાય છે.

જ્યારે સીબીપી હોમ એપની મદદથી સ્વયં દેશનિકાલ માટેનો ખર્ચ માત્ર ૫,૧૦૦ ડોલર જેટલો થાય છે. આમ તેના લીધે ગેરકાયદે વસાહતીઓ પર ખર્ચ કરતાં અમેરિકન કરદાતાઓના ૧૩,૦૦૦ ડોલરનો બચાવ થશે. ડીએચએસે ગેરકાયદે વસાહતીઓને આ પ્રક્રિયા શરૂ કરવા માટે સીબીપી એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ એપ દ્વારા તેઓ સ્વેચ્છાએ દેશ છોડવા માટે તેમની નોંધણી કરાવી શકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.