સલમાન ખાનની ‘માતૃભૂમિ’ માટે હવે ૪૦ દિવસનું રીશૂટ કરવું પડશે
મુંબઈ, સલમાન ખાને તાજેતરમાં તેની આવનારી વાર ડ્રામા ફિલ્મ અંગે મહત્વની અપડેટ જાહેર કરી છે, જેમાં ફિલ્મનું નવું નામ ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ’ જાહેર કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ નામે ઓળખાતી હતી, હવે આ ફિલ્મનાં નવા વર્ઝનમાં નામ સાથે ફિલ્મની ઉગ્રતા અને સંદેશામાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. અપૂર્વ લખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૨૦૨૦માં ગલવાન ખીણ વિસ્તારમાં થયેલી ભારત-ચીન સૈન્ય વચ્ચેની અથડામણ પરથી પ્રેરિત છે.
આ ફિલ્મમાં સલમાન ખાન સ્વ. કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર ૨૦૨૫માં લદ્દાખમાં શરૂ થયું હતું અને ડિસેમ્બર સુધીમાં લગભગ પૂર્ણ થવા આવ્યું હતું.
હાલમાં, આ પ્રોજેક્ટમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. તેના અહેવાલો મુજબ, ફેબ્›આરી ૨૦૨૬થી મુંબઈમાં ફિલ્મના કેટલાક ભાગોનું રીશૂટિંગ ચાલી રહ્યું છે, જેમાં લગભગ ૪૦ દિવસનું વધારાનું કામ કરવામાં આવશે છે. નવા શીડ્યુલમાં ફિલ્મની કહાનીને ફરીથી આકાર આપવા માટે નવા દૃશ્યો શૂટ કરવામાં આવી રહ્યા છે.
આ ફેરફારોમાં એક ખાસ ઉમેરો ચાઇનીઝ ભાષામાં એક ગીતનો છે, જેનું સંગીત હિમેશ રેશમિયાએ બનાવવાનું છે. આ ગીત તૈયાર અને રેકોર્ડ થયા પછી તેમાં સલમાન ખાનને દર્શાવીને ફિલ્માવવામાં આવશે તેવી શક્યતા છે.અહેવાલો અનુસાર, આ ફેરફારો બદલાતી જિયોપોલિટિકલ પરિસ્થિતિઓથી પ્રભાવિત છે.
ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં મહેનતથી આવી રહેલી નરમાઈને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ફિલ્મની દૃષ્ટિમાં ફેરફાર કર્યાે છે. ગલવાન સંઘર્ષ જેવી સંવેદનશીલ ઘટના હોવાને કારણે, ટીમ હવે ફિલ્મમાં યુદ્ધ કરતાં શાંતિ, સૌહાર્દ અને માનવીય મુલ્યો જેવા વિષયો પર વધુ ભાર મૂકી રહી છે. નવું નામ, વધારાના દૃશ્યો અને બદલાયેલા વિષયવસ્તુ સાથે, માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ હવે તેની મૂળ કલ્પના કરતાં અલગ રીતે તૈયાર થઈ રહી છે.SS1MS
