અમેરિકાએ ૨૦૦ અબજ ડોલરની માગ કરતાં યુદ્ધ લાંબુ ખેંચાવાનાં એંધાણ
વોશિંગ્ટન, ઇરાને ઇઝરાયેલ અને અખાતની ફરતે આવેલી ઓઇલ અને કુદરતી ગેસ ફેસિલિટીઝ પર હુમલા વધુ આકરા બનાવ્યા છે. જેનાથી વૈશ્વિક અર્થતંત્રને વધુ આઘાતજનક આંચકા મળી રહ્યા છે.
બીજી બાજુ ઇઝરાયેલના ઇરાનના સાઉથ પાર્સ સહિતના ઓઇલ ભંડાર પર હુમલા પછી ઇરાને વળતો હુમલો કર્યાે છે. તેણે કતાર સહિત અમેરિકા તરફી દેશોની ઓઇલ ફેસિલિટીઝને નિશાન બનાવતાં ક્‰ડના ભાવમાં ભડકો થયો છે. બીજી બાજુ, અમેરિકાએ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ માટે ૨૦૦ અબજ ડોલર (આશરે રૂ.૧૭ લાખ કરોડ)ના જંગી ભંડોળની માંગ કરી છે.
આમ આ યુદ્ધ વધુ લાબું ખેંચાય તેવા એંધાણ છે. પેન્ટાગોન તરફથી આ વિનંતી યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથના એ વિધાન પછી આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે, ખરાબ માણસોને ખતમ કરવા માટે પૈસા ખર્ચવા પડે છે.’ સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, કુવૈતની બે રિફાઈનરીઓ અને અબુ ધાબીમાં ગેસ કામગીરીને પણ ઈરાન દ્વારા નિશાન બનાવવામાં આવી હતી.
ઈઝરાયેલમાં, દેશના મોટાભાગના વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવેલા ઈરાનના હુમલાઓના લાખો લોકોને આશ્રયસ્થાનોમાં જવા મજબૂર કર્યા હતા. આ હુમલાઓને કારણે ઇમારતોને નુકસાન થયું હતું, પરંતુ કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.”અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું છે કે, હાલમાં ક્‰ડના વધતા ભાવને સ્થિર રાખવા માટે અમેરિકા દરિયામાં ટેન્કરોમાં રહેલા ઇરાની ઓઇલ પર લાદેલો પ્રતિબંધ ઉઠાવી શકે છે.
આમ દરિયામાં ટેન્કરોમાં રહેલા ઇરાનના ૧૪ કરોડ બેરલ ક્‰ડ ઓઇલ રિલીઝ થશે. પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે હવે અમે ક્યાંય પણ સેના મોકલવાના નથી. તેમણે તો એટલું પણ કહી દીધું છે કે ઇરાનના સાઉથ પાર્સ પર ઇઝરાયેલના હુમલાની યોજનાની તેમને જાણ નહતી. જોકે ઇઝરાયેલે તેમના નિવેદનને નકારી સ્પષ્ટ કર્યું હતું કે હુમલા અમેરિકા સાથે સંકલનમાં જ થઇ રહ્યા છે.
“આવનારા દિવસોમાં, અમે સમુદ્રમાં (ટેન્કરોમાં) પડેલા ઈરાની તેલ પરથી પ્રતિબંધો હટાવી શકીએ છીએ,” તેમ જણાવતાં બેસેન્ટે દાવો કર્યાે હતો કે આ તેલનો જથ્થો “લગભગ ૧૦ દિવસથી બે અઠવાડિયાના પુરવઠા જેટલો છે, જે ઈરાનીઓ બહાર મોકલી રહ્યા હતા અને તે બધું જ ચીન જવાનું હતું.”ઇરાનનું ભાવિ અમેરિકન લશ્કરના હાથમાં છે તેમ જણાવતાં અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેસથેગે ઉમેર્યું હતું કે, ‘ઈરાન પાસે યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા છે.’
“ટ્રમ્પ વહીવટીતંત્રે યુદ્ધના વિવિધ ઉદ્દેશ્યો ટાંક્યા છે, જેમાં ઈરાનની મિસાઈલ ક્ષમતાઓ અને તેના પરમાણુ કાર્યક્રમને નબળો પાડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઈરાનના વરિષ્ઠ નેતાઓને ખતમ કરવા એ પણ અમેરિકા અને ઈઝરાયેલ માટે પ્રાથમિકતા રહી છે.”ઇરાને ઇઝરાયેલની હાઇફા ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યાે હતો.
આ હુમલો ઈઝરાયેલ દ્વારા ઈરાનના ‘સાઉથ પાર્સ’ ગેસ ક્ષેત્રને નિશાન બનાવવાના વળતા જવાબમાં કરવામાં આવ્યો હતો. હાઈફા બે સ્થિત ‘બાઝાન ગ્›પ’ દ્વારા સંચાલિત આ રિફાઈનરીઓ ઈઝરાયેલની સૌથી મોટી તેલ પ્રોસેસિંગ સુવિધા છે, જે વાર્ષિક આશરે ૯૮ લાખ ટન ક્‰ડ તેલનું પ્રોસેસિંગ કરે છે. તે દેશના સ્થાનિક ડીઝલ અને ગેસોલિન પુરવઠાનો મુખ્ય સ્ત્રોત (લગભગ ૫૦-૬૦%) છે.SS1MS
