ઓઈલ-ગેસ પ્લાન્ટ પર ઈરાનના હુમલાની ૧૨ મુસ્લિમ દેશોએ ટીકા કરી
દુબઇ, કતાર અને સાઉદી અરેબિયામાં ગેસ-ઓઇલ પ્લાન્ટ પર ઇરાનના હુમલા પછી ૧૨ આરબ-ઇસ્લામિક દેશોએ ઇરાનના ભયાનક હુમલાની આકરી નિંદા કરી હતી અને વધુ હુમલા કરવા સામે ચેતવણી પણ આપી હતી.
આ દેશોએ પોતાના આત્મરક્ષાના અધિકારનો ઉલ્લેખ કરીને ઇરાનને તરત હુમલા બંધ કરવાની અપીલ કરી હતી. કતાર, અઝરબૈજાન, બહેરીન, ઇજિપ્ત, જોર્ડન, કુવૈત, લેબનોન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, સીરિયા, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ પ્રધાનોએ રિયાધમાં બેઠક પછી સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. આ દેશોએ ઈરાન પર સમગ્ર પ્રદેશમાં રહેણાંક વિસ્તારો, તેલ સુવિધાઓ, એરપોર્ટ અને રાજદ્વારી પરિસરને જાણી જોઈને નિશાન બનાવવાનો આક્ષેપ કર્યાે હતો.
તેમણે તહેરાનને પ્રાદેશિક સાર્વભૌમત્વનો આદર કરવા, આરબ દેશોમાં આતંકી જૂથોને ટેકો આપવાનું બંધ કરવા અને દરિયાઈ સુરક્ષાને જોખમમાં મૂકે તેવા પગલાં ટાળવાની હાકલ કરી હતી. તેમણે ખાસ કરીને લાલ સમુદ્ર અને એડનના અખાતને જોડતા મુખ્ય વૈશ્વિક શિપિંગ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ અલ-મંડાબનોમાં જોખમ ઊભું ન કરવાનો અનુરોધ કર્યાે હતો.
સંયુક્ત નિવેદનમાં લેબનોનની સ્થિરતા અને સાર્વભૌમત્વને સમર્થન અપાયું હતું તથા લેબનોનમાં ઇઝરાયલની કાર્યવાહી અને વિસ્તરણવાદી નીતિની પણ નિંદા કરાઈ હતી. નિવેદનમાં જણાવાયું હતું કે પ્રધાનોએ સઘન પરામર્શ અને સંકલન ચાલુ રાખવા, ગતિવિધિ પર દેખરેખ રાખવા અને ઉભરતા મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે ફરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેથી સામાન્ય સ્થિતનું નિર્માણ કરી શકાય તથા સુરક્ષા, સ્થિરતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે જરૂરી કાયદેસર પગલાં અને પ્રક્રિયાઓ અપનાવી શકાય. અગાઉ ઇઝરાયેલા ઇરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યાે હતો.
તેના બદલમાં ઇરાનને કતાર અને સાઉદી અરેબિયામાં એનર્જી ઇન્ફાસ્ટ્રક્ચર પર હુમલા કર્યા હતાં. બ્રિટન, જાપાન, જર્મની, ળાન્સ, ઇટાલી અને નેધરલેન્ડ્સના વડાઓએ એક સંયુક્ત નિવેદન જારી કરીને ઊર્જા ઇન્ળાસ્ટ્રક્ચર અને અન્ય નાગરિક માળખા પર હુમલા બંધ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ સામે જોખમ ન ઉભું કરવા માટે ઇરાનને અપીલ કરી હતી.
યુકેના પીએમ કેર સ્ટાર્મરની ઓફિસે જારી કરેલા નિવેદનમાં જણાવ્યુ હતું કે અમે ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાં શિંપિગ બ્લોક કરવાના પગલાં ન લેવાની અપીલ કરીએ છીએ. તેઓ હોર્મુઝ મારફતે જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવા તૈયાર છે.SS1MS
