Western Times News

Gujarati News

યુએસ સાથે ટ્રેડ ડીલની વાટાઘાટોમાં નવા મુદ્દાઓ અંગે સંમતિ સધાઈઃ ચીન

બેઈજિંગ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બેઈજિંગ મુલાકાત પૂર્વે ટ્રેડ વાટાઘાટોમાં કેટલાક નવા મુદ્દાઓ અંગે સંમતિ સધાઈ હોવાનો ખુલાસો ચીન દ્વારા થયો છે. પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વચ્ચે ચીન-અમેરિકાએ વ્યાપાર ક્ષેત્રે નવા સંબંધોની શરૂઆત વાટાઘાટો જારી રાખી હોવાનું ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા જણાવાયું છે.

ચીનના જણાવ્યા મુજબ, બંને દેશ વચ્ચે સંવાદ અને વાતચીતને આગળ ધપાવવા માટે આર્થિક અને વ્યાપાર સંબંધી આદાન-પ્રદાનના મિકેનિઝમનો ઉચિત ઉપયોગ કરવા સંમતિ સધાઈ છે. પેરિસ ખાતે તાજેતરમાં ચીન-યુએસ વચ્ચે યોજાયેલી વાટાઘાટો અંગે માહિતી આપતાં વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા હે યોન્ગક્વિઆને કહ્યું હતું કે, બંને દેશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. જેમાં ટેરિફ મેનેજમેન્ટ, દ્વિપક્ષી વેપારને પ્રોત્સાહન, રોકાણ જેવા પરસ્પર હિતકારી મુદ્દા આવરી લેવાયા હતાં.

અગાઉ સંમતિ સધાઈ હોય તેવા મુદ્દાઓને યથાવત રાખીને કેટલાક નવા મુદ્દાઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. બંને પક્ષે આ પ્રકારની વાટાઘાટો ચાલુ રાખવા તૈયારી બતાવી હતી. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ અને ચીનના ઉપ પ્રમુખ હે લાઈફેંગ વચ્ચે પેરિસમાં વાટાઘાટો યોજાઈ હતી.

૩૧ માર્ચથી ૨ એપ્રિલ દરમિયાન યુએસ પ્રમુખ ટ્રમ્પનો ચીન પ્રવાસ નક્કી થયો હોવાથી આ વાટાઘાટો યોજાઈ હતી. જો કે ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે.ટ્રમ્પના ચીન પ્રવાસમાં વિલંબ થવાથી ચીનને રાહત મળી હોવાનું જાણકારો માને છે. ચીન અને ઈરાન વચ્ચેની નિકટતા જગજાહેર છે.

તેહરાન પર થયેલા હુમલામાં ઈરાનના સર્વાેચ્ચ ખામેનેઈ સહિત અન્ય અગ્રણીઓનાં મોત થયાં છે. ચીને યુએસ-ઈઝરાયેલના હુમલઓની ટીકા કરી હતી અને સાથે પેરિસમાં ટ્રમ્પ સાથે ટ્રેડ ડીલની તૈયારીઓ પણ કરી હતી. ટ્રમ્પ સાથે રૂબરૂ મુલાકાતમાં બંને બાજુ પગ રાખવાનું ચીન માટે અઘરું થવાની શક્યતા હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.