Western Times News

Gujarati News

ઈન્સ્ટામાંથી એનક્રિપ્શન હટતાં ૩૦૦ કરોડ યુઝર્સની પ્રાઈવસી જોખમમાં

નવી દિલ્હી, મેટા કંપનીએ ઈન્સ્ટાગ્રામના નવા અપડેટમાંથી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન હટાવી દેવાની જાહેરાત કરી છે. તેના કારણે દુનિયાના કરોડો યુઝર્સ પર પ્રાઈવસનો ખતરો મંડરાયો છે. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ મેસેજમાં જે વાતચીત થતી હતી એ મોકલનાર અને મેળવનાર બે જ યુઝર્સ વાંચી શકતા હતા. હવે આ ચિત્ર સદંતર બદલાઈ જશે.

યુઝર્સના ડેટા મેળવીને પોતાની એઆઈ ટેકનોલોજી વધારે બહેતર બનાવવા માટે પગલું ભરાયું હોવાની શક્યતા છે.એઆઈ સિસ્ટમનો મુખ્ય આધાર ડેટા છે. એઆઈ એજન્ટ્‌સને જેટલો ડેટા આપવામાં આવે છે એટલું તેની પાસેથી વધારે સારું કામ કરાવી શકાય છે. ઓપનએઆઈ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, એન્થ્રોપિક જેવી અનેક કંપનીઓ એઆઈ ટેકનોલોજીમાં પણ આગળ પડતી છે.

એમાંની જ એક કંપની મેટા છે. જે એઆઈ ટૂલ્સ ઓફર કરે છે અને તેને વધારે બહેતર બનાવવા કામ પણ કરે છે. મેટા પાસે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, થ્રેડ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વોટ્‌સએપ જેવી મેસેજિંગ એપ છે. તેના ડેટાના આધારે કંપની પોતાની એઆઈ સર્વિસ બહેતર બનાવવાની પેરવી કરી રહી છે.

એના ભાગરૂપે યુઝર્સનો ડેટા મેળવવા માટે હવે મેટાએ નવો કીમિયો અજમાવ્યો છે. મેટાના કહેવા પ્રમાણે આગામી ૮મી મેથી આવનારા નવા ઈન્સ્ટાગ્રામ અપડેટમાંથી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન હટાવી દેવામાં આવશે. કંપનીએ દાવો કર્યાે છે કે આ ફીચરનો ઉપયોગ બહુ ઓછા યુઝર્સ કરતાં હોવાથી આ નિર્ણય લેવાયો છે.

જોકે, કંપનીના આ નિર્ણય સામે વિરોધ ઉઠયો છે અને લોકોએ દલીલ કરી છે કે તેનાથી કરોડો યુઝર્સની પ્રાઈવસી જોખમમાં મૂકાશે.ઈન્સ્ટાગ્રામના દુનિયાભરમાં ૩૦૦ કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ છે. જો કંપની ઈન્સ્ટાગ્રામના ડાઈરેક્ટ મેસેજમાંથી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન હટાવી દે તો એ તમામ યુઝર્સની ચેટ લિક થવાનો ખતરો વધી જશે.

એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન મેસેજમાં ગોલ્ડન સ્ટાન્ડર્ડ ગણાય છે. તેનાથી ચેટ સુરક્ષિત રહે છે. એ ફીચરથી ચેટ માત્ર બે જ લોકો વાંચી શકે છે. તે સિવાય સર્વરમાં કે ક્યાંક તેનો એક્સેસ મળી શકતો નથી. લોકોએ કહ્યું હતું કે કંપની કરોડો યુઝર્સના ડેટાનું એનાલિસિસ કરવા માંગે છે એટલે ઈન્સ્ટાગ્રામમાંથી આ ફીચર હટાવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.