Western Times News

Gujarati News

પ્રતીક ગાંધી ઓસીડી ધરાવતું પાત્ર ભજવશે

મારી સફર સતત શીખવાની પ્રક્રિયા છે અને આ બધા પાત્રોએ મારામાં વ્યક્તિ તરીકે અને અભિનેતા તરીકે ખુબ મુલ્ય ઉમેર્યું છે

મારી સફર સતત શીખતા રહેવા માટે જ છે ઃ પ્રતીક ગાંધી

મુંબઈ,વિવિધતાથી ભરપુર પ્રતીક ગાંધી હવે પોતાની અભિનય યાત્રામાં આગામી ચેલેન્જ તરફ આગળ વધી રહ્યો છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવનારી તેની થ્રિલરમાં પ્રતીક એક એવા વ્યક્તિનું પાત્ર ભજવે છે જેને ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર છે અને તેનું પાત્ર અણધાર્યા નિર્ણયો લે છે. આ ફિલ્મ રિતિક રોશન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મ અને પોતાના પાત્ર વિશે વાત કરતા, પ્રતીક કહે છે, “રાજેશ કૃષ્ણન તેનું ડિરેક્શન કરી રહ્યા છે. રિતિક અને તેના કઝિન ઈશાન રોશનના એચઆરએક્સ સ્ટુડિયો દ્વારા એક ઓરિજિનલ ફિલ્મ તરીકે પ્રોડ્યુસ કરવામાં આવી છે.

વાર્તા કેટલાક લૂંટારૂઓની વાત કરે છે, જે ઓસીડી ધરાવતા એક માણસના ઘરમાં ઘૂસે છે અને પછી સમજે છે કે પરિવાર નહીં, પરંતુ તે લોકો જ આ અણધાર્યું અને તીવ્ર ઓસીડી ધરાવતા માણસ સાથે આખી રાત ચાલનારી ટક્કરમાં બચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.”પ્રતીક પોતાની અત્યાર સુધીની ફિલ્મી સફરથી ખૂબ ખુશ છે.
તેણે કહ્યું, “મારી સફર સતત શીખવાની પ્રક્રિયા છે અને આ બધા પાત્રોએ મારામાં વ્યક્તિ તરીકે અને અભિનેતા તરીકે ખુબ મુલ્ય ઉમેર્યું છે. હું પાત્ર સાથે સહાનુભૂતિ નહીં પરંતુ સહઅનુભૂતિ રાખવા ઇચ્છું છું અને લાગણીઓમાં મૂળ ધરાવતી માનવીય વાર્તાઓમાં કામ કરવા માંગું છું, જે વિવિધ રીતે કહી શકાય તેવી હોય.

અત્યાર સુધીની મારી સફર ખૂબ સંતોષકારક રહી છે, કારણ કે હું મારી તમામ ફિલ્મોમાં વિવિધ શૈલીઓ અને અનોખા પાત્રોને શોધી શક્યો છું.”પ્રતીકે આગળ કહ્યું કે તે આવી તકો માટે પોતાને ભાગ્યશાળી માને છે. “મેં અત્યાર સુધી જેમ જેમ દિગ્દર્શકો અને પ્રોડ્યુસર્સ સાથે કામ કર્યું છે, તેમણે મને કોઈ એક ચોક્કસ પ્રકારમાં બાંધી દીધો નથી, તેના માટે હું ખરેખર ખુશ અને આભારી છું. તેમણે મને પોતાને આગળ ધપાવવાની, શોધખોળ કરવાની અને દર્શકોને વિવિધ લાગણીઓ અને પાત્રોની વિશાળ શ્રેણી રજૂ કરવાની તક આપી છે. મારું હૃદય આભારથી ભરેલું છે.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.