Western Times News

Gujarati News

યામી ગૌતમની આગામી ફિલ્મ હોરર વિષય પર આધારિત

નઇ નવેલી શીર્ષક ધરાવતી આ ફિલ્મનું નિર્માણ આનંદ એલ રાયનું હશે

ફિલ્મનું દિગ્દર્શન બાલાજી મોહનનું છે. આ ફિલ્મની વાર્તા દેશી પૌરાણિક કથાઓનું કોમેડી મિકસર હશે

મુંબઈ,યામી ગૌતમ હાલ એક પછી એક ફિલ્મ સાઇન કરી રહી છે. ઇમરાન હાશ્મી સાથેની હક્ક ફિલ્મમાં તેની ભૂમિકાના વખાણ થયા હતા. ધૂરંધર ટુમાં કેમિયોમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોતાની આગામી ફિલ્મની પણ ઘોષણા કરી દીધી છે. તે આનંદ એલ રાયના પ્રોડકશન હેઠળ બનનારી હોરર-કોમેડી નઇ નવેલીમાં જોવા મળશે. રિપોર્ટસની માનીએ તો ફિલ્મ નઇ નવેલીની સ્ક્રિપ્ટ પુરી થઇ ગઇ છે.

ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલુ છે. જોકે આ ફિલ્મની રિલીઝની કોઇ માહિતી આપવામાં આવી નથી ફિલ્મની વાર્તા નિધિ શર્માએ લખી છે જેણે સિતારે જમીન પર, લાપતા લેડીઝ અન ેગીરાંડી ધ ડાયમડ બાજાર માટે કામ કર્યું છે. જોકે અભિનેત્રીએ ફિલ્મની વાર્તા અને પોતાના રોલ વિશે કોઇ જાણકારી આપી નથી. ફિલ્મનું દિગ્દર્શન બાલાજી મોહનનું છે. આ ફિલ્મની વાર્તા દેશી પૌરાણિક કથાઓનું કોમેડી મિકસર હશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.