મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે PM મોદીની હાઈ-લેવલ મીટિંગ મળી
નવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં ઘેરાતા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનમાં વધતા પડકારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે એક મહત્વપૂર્ણ મંત્રીસ્તરની સમીક્ષા બેઠક કરી, આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રી અને અધિકારી હાજર છે. PM Modi chairs a HIGH–LEVEL meeting to review petroleum, crude, gas, power & fertiliser sectors amid the evolving West Asia situation.
બેઠકનો મુખ્ય એજન્ડા યુદ્ધને કારણે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓના પગલે દેશમાં પેટ્રોલિયમ, વીજળી અને ખાતર જેવા વિવિધ ક્ષેત્રોની સુરક્ષા અને નિરંતરતા સુનિશ્ચિત કરવાનો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ વડાપ્રધાન આ બેઠકમાં ખાડી દેશોમાંથી થતા ઉર્જા પુરવઠાની સમીક્ષા કરી છે. જે હાલની સ્થિતિએ સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે
યુદ્ધ હોવા છતાં દેશના ખૂણે-ખૂણે ઈંધણ અને ખાતરની અછત ન થવા દેવી, બંદરો અને પરિવહન માર્ગો પર વધતા દબાણ વચ્ચે વિતરણ પ્રણાલીને કાર્યક્ષમ રાખવી, ક્રૂડના વૈશ્વિક ભાવમાં ઉછાળા છતાં સ્થાનિક ઉદ્યોગો અને સામાન્ય ગ્રાહકોને તેના નુકસાનથી બચાવવા, યુદ્ધની સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઈરાને ઈઝરાયલ અને પડોશી ખાડી દેશો પર જવાબી કાર્યવાહી કરી.
હાલમાં સૌથી મોટો પડકાર હોર્મુઝ સ્ટ્રેટને લઈને છે, જ્યાંથી વિશ્વની ૨૦ ટકા ઉર્જાનું પરિવહન થાય છે. ઈરાન દ્વારા આ માર્ગ પર જહાજોની અવરજવર સીમિત કરવાથી વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરાયું છે. ખાસ કરીને ક્રૂડ અંગે ગેસ માટે બીજા દેશો પર નિર્ભર ભારત અને ચીન જેવા દેશો સંકટમાં મુકાયા છે.
