Western Times News

Gujarati News

અમેરિકા અને ઇઝરાયેલ સમગ્ર વિશ્વ માટે લડી રહ્યા છેઃ નેતન્યાહૂ

જેરૂરુશલેમ, તાજેતરના ડિએગો ગાર્સિયા પરના મિસાઇલ હુમલાઓ દર્શાવે છે કે ઈરાન પાસે યુરોપના છેક ખૂણાં સુધી પહોંચવાની ક્ષમતા છે અને તે સમગ્ર વિશ્વ માટે ખતરો ઉભો કરે છે.

હવે વિશ્વ શેની રાહ જોઇ રહ્યું છે તેમ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે જણાવ્યું છે.શનિવાર સાંજે ઈરાનના મિસાઇલ હુમલાઓ ઇઝરાયેલના જે અરાદ વિસ્તારમાં થયા હતા તે સ્થળની મુલાકાતે નેતન્યાહૂ ગયા હતા. તેમણે કહ્યું કે તેમનો દેશ અને અમેરિકા સૌના તરફથી સાથે મળીને લડી રહ્યા છે.

જો તમને પુરાવો જોઈએ કે ઈરાન સમગ્ર વિશ્વને જોખમમાં મૂકી શકે છે, તો છેલ્લા ૪૮ કલાકમાં તેણે તે આપી દીધો છે. છેલ્લા ૪૮ કલાકમાં ઈરાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યો છે. તે તેને સામૂહિક હત્યાના હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સદભાગ્યે કોઈનું મોત થયું નથી, પરંતુ તે તેમની નાપાક ઇચ્છા નહીં પરંતુ નસીબને કારણે છે.

તેમની મેલી મુરાદ ઇચ્છા તો નાગરિકોની હત્યા કરવાની છે,” એમ જણાવતાં નેતન્યાહૂએ ઉમેર્યું હતું કે ઈરાને ડીએગો ગાર્સિયા ઉપર બેલિસ્ટિક મિસાઇલ ફાયર કરી હતી. તે ૪,૦૦૦ કિલોમીટર દૂર છે. હું હંમેશા ચેતવણી આપતો રહ્યો છું. હવે તેઓ યુરોપના ઊંડાણ સુધી પહોંચી શકે છે. તેઓ પહેલેથી જ યુરોપિયન દેશ સાયપ્રસ ઉપર હુમલો કરી ચૂક્યા છે.

તેઓ બધાને પોતાના નિશાન પર રાખી રહ્યા છે.”ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ છેલ્લા બે દાયકાથી ઈરાનના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ અંગે ચિંતા વ્યક્ત કરતું આવ્યું છે અને દલીલ કરતું આવ્યું છે કે પરમાણુ ક્ષમતાવાળા આવા હથિયારો માત્ર તેના માટે જ નહીં પરંતુ યુરોપ માટે પણ ગંભીર ખતરો ઉભો કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.