Western Times News

Gujarati News

ધો.૧૦ ગુજરાતીના પ્રશ્નપત્રમાં ૫૦થી વધુ ભૂલોનો પર્દાફાશ

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષામાં ભાષાની શુદ્ધતાના ધજાગરા ઉડ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

ગત ૨૬મી ફેબ્›આરીના રોજ લેવાયેલા ગુજરાતી (પ્રથમ ભાષા)ના પ્રશ્નપત્રમાં જોડણી, વ્યાકરણ અને તથ્યોની ૫૦થી પણ વધુ નાની-મોટી ભૂલો હોવાનો દાવો શિક્ષણ જગતના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારી મામલે હાલ સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્રના સ્ક્રીનશોટ સાથે શિક્ષણ બોર્ડની આકરી ટીકા થઈ રહી છે.શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬મી ફેબ્›આરીના રોજ ધો.૧૦માં ગુજરાતી સહિતની વિવિધ પ્રથમ ભાષા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી.

ગુજરાતી વિષયના પેપરમાં જોડાણી સહિતની નાના-મોટી અંદાજે ૫૦થી વધુ ભાષાકીય ભૂલ હોવાનો દાવો નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં સોશ્યિલ મિડીયા પર વાયરલ કરાયેલા પેપરમાં કયા પ્રકારની ભૂલ થઇ છે તેની પણ નોંધ કરવામાં આવી હતી. ભાષાના પેપરમાં આ પ્રકારની ભૂલને લઇને હાલમાં સોશ્યિલ મિડીયા પર બોર્ડની આકરી ટીકા કરવામાં આવી રહી છે. કાવ્ય પરથી પ્રશ્નના જવાબમાં કાવ્યમાં જ અનેક પ્રકારની ભૂલો દર્શાવવામાં આવી છે.

આ ઉપરાંત વ્યાકરણ વિભાગમાં પણ અનેક પ્રકારની ભૂલો દર્શાવવામાં આવી છે.પદ્ય આધારિત પ્રશ્નોના જવાબમાં પણ ખોટા જવાબો આપવામાં આવ્યા છે. વિષય નિષ્ણાંત દ્વારા સોશ્યિલ મિડીયામાં દરેક પ્રશ્નની છણાવટ કરીને બોર્ડ દ્વારા કેવા પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે તેનું ચિત્ર ઉજાગર કર્યું છે.

જોકે, સોશ્યિલ મિડીય પર વાયરલ થયેલા આ પ્રશ્નપત્ર અંગે બોર્ડના સત્તાધીશો કહે છે કે, બોર્ડની પરીક્ષાની ગોપનિયતા જાળવવા માટે કોઇપણ નિષ્ણાંત દ્વારા કાઢવામાં આવતાં પ્રશ્નપત્ર શિક્ષણ બોર્ડ કે વિભાગ જોઇ શકતું નથી.

દરેક વિષયમાં પાંચ નિષ્ણાંત પાસેથી પેપર કઢાવવામાં આવે છે. નિષ્ણાંત પોતે પેપર કાઢ્યા બાદ સીલબંધ કવરમાં બોર્ડમાં જમા કરાવતાં હોય છે. બોર્ડના ચેરમેન દ્વારા પાંચ પૈકી કોઇપણ એક પ્રશ્નપત્ર પસંદ કરીને સીધું પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલી આપવામાં આવતું હોય છે. આ દરમિયાન કોઇ કવર ખોલવામાં આવતું નથી. પ્રિન્ટમાં પ્રશ્નપત્ર કયારે મોકલવામાં આવ્યું તેની જાણકારી ચેરમેન સિવાય કોઇને પણ હોતી નથી.

આ પરિસ્થિતિમાં પરીક્ષાની ગોપનિયતા જાળવવા માટે નિષ્ણાંત દ્વારા આપવામાં આવતાં પ્રશ્નપત્રનું પ્›ફ રીડીંગ કે ભુલો સુધારવા જેવી કામગીરી પણ થતી નથી. જોકે, ગુજરાતીની પેપર અંગે હજુસુધી કોઇ રજૂઆત, સૂચના કે ફરિયાદ પણ મળી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.