ઈરાનના પાંચ રાજદ્વારીને ૨૪ કલાકમાં તગેડી મુકવા સાઉદીનું અલ્ટીમેટમ
રિયાધ, ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ સાઉદી આરબે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. સાઉદી સરકારે ઇરાનના પાંચ રાજદ્વારીઓને ‘પર્સના નોન ગ્રાટા’ જાહેર કર્યા છે, જેનો અર્થ છે કે આ પાંચેય ઈરાની રાજદ્વારીઓ હવે સાઉદી અરેબિયા માટે ‘અવાંછિત વ્યક્તિઓ’ છે.
આ તમામને આગામી ૨૪ કલાકની અંદર દેશ છોડી દેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.સાઉદી અરેબિયાએ જે ઈરાની રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે, તેમાં મિલિટરી એટેચ (લશ્કરી અધિકારી)નો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા ઈરાનના હુમલાઓથી ભારે નારાજ છે.
આ કારણોસર તેણે ચીનની મધ્યસ્થીથી થયેલા ઐતિહાસિક ‘બેઇજિંગ કરાર’ને પણ તોડી નાખવાનો નિર્ણય લીધો છે.આ કરારને કારણે જ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ફરી સ્થાપિત અને મજબૂત થયા હતા.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, ‘‘સાઉદી અરેબિયાના સત્તાધીશોએ ઈરાની મિલિટરી એટેચ, તેમના સહાયક અને રાજદ્વારી મિશનના અન્ય ત્રણ કર્મચારીઓને ૨૪ કલાકની અંદર દેશ છોડવાનો નિર્દેશ આપ્યો છે અને તેમને ‘પર્સના નોન ગ્રાટા’ જાહેર કર્યા છે.’’
ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહની શરૂઆતમાં કતારે પણ ઈરાની મિલિટરી એટેચની ઓફિસના કર્મચારીઓને હાંકી કાઢ્યા હતા અને તેમના પર ‘સારા પાડોશી’ હોવાના સિદ્ધાંતોનો ભંગ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.SS1MS
