Western Times News

Gujarati News

યુદ્ધ લંબાશે તો કેરીના એક્સપોર્ટના ૫૦૦ કરોડના વેપારને અસર થઇ શકે

અમદાવાદ, ઈરાન-ઈઝરાયેલ,અમેરિકા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વનો વેપાર કટોકટીની સ્થિતિમાં મુકાઈ ગયો છે. આયાત-નિકાસના ઉદ્યોગ ઉપર ગંભીર આફત આવી પડી છે.

યુદ્ધની સ્થિતિના લીધે યુ.એ.ઇ ના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ ઉપર દક્ષિણ એશિયાઈ દેશોના ૨૯૦૦૦થી વધુ કન્ટેનર અટવાઈ પડ્યા છે જેમાં ગુજરાત ભારતના ૫૫૦૦ વધુ કન્ટેનરો છે. એમ કોંગ્રેસના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે.

ગુજરાત બટાકા, તડબૂચ, માછલી, સી ફૂડ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ જેવી નાશવંત કોમોડિટી એક્સપોર્ટ કરે છે. ખોરફક્કન પોર્ટ ઉપર ૮૦૦થી વધુ રિફર કન્ટેનરો એટલે રેળિજરેટેડ કન્ટેનરો ઉતારી દેવામાં આવ્યા છે. જે કન્ટેનરોને ને ઠંડા રાખવા માટે ઇલેક્ટ્રિક પ્લગ્સની વ્યવસ્થાની જરૂર હોય છે.

આ પોર્ટની કેપેસિટી ઓછી હોવાથી પોર્ટ ઉપર માત્ર ૧૨૦ જેટલા પ્લગ્સ ઉપલબ્ધ છે ત્યારે તે પોર્ટ ઉપરનો નાશવંત માલ સંપૂર્ણ સડી કે બગડી જાય તેવી પરિસ્થિતિમાં છે. તેમજ કન્ટેનર્સને પાછા બેક ટુ ટાઉન એટલે ભારત લાવવાનો મોટો ખર્ચ ઉપાડવો પડે તેવી પરિસ્થિતિ છે. પ્રતિ કન્ટેનર દીઠ આશરે ૫ લાખનો ખર્ચ થાય તેમ છે.

જો બંને પોર્ટ ઉપરના ૫૫૦૦ કન્ટેનરને પાછા ભારત લાવવામાં આવે તો તેનો ખર્ચ ૨૭૫ કરોડ એક્સપોર્ટર્સના માથે જાય તેવી પરિસ્થતિ છે. કેટલીક કોમોડિટીમાં કન્ટેનરની કિંમત કરતા પાછા લાવવાની કિંમત વધી જાય છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત ઈદના સમયે ગુજરાતના ખાસ કરી અમદાવાદ અને સુરતના ગારમેન્ટ ઉદ્યોગ ગલ્ફ દેશો જોડે ૧૫૦૦ કરોડનો વેપાર કરે છે.

યુદ્ધના લીધે ગારમેન્ટ એક્સ્પોર્ટ ઉદ્યોગને ૧૫૦૦ કરોડના નુકસાનનો ફટકો પડે તેવી સ્થિતિમાં આવી ગયું છે. જો સમયે માલ ના પહોંચે, ઓર્ડર રદ્દ થાય અને કન્ટેનરો અટવાવવાથી ગારમેન્ટ ઉદ્યોગની સ્થિતિ ડામાડોળ થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી કેસર કેરી અને અન્ય કેરીનો આશરે ૫૦૦ કરોડનો ગલ્ફ જોડે વેપાર થાય છે.

યુદ્ધ લંબાશે તો કેરીના એક્સ્પોર્ટ ઉપર ગંભીર અસર કરશે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટર્સને બચાવવા રાહત પેકેજ માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, ત્યાં સરકાર મગનું નામ મરી નથી પાડતી. યુવા પેઢી જે સ્ટાર્ટઅપના નામે એક્સપોર્ટ ઈમ્પોર્ટ જોડે જોડાયેલી હશે તેમને આ નુકસાનની અસર ના ભોગવવી પડે તે દિશામાં સરકારે વિચારવું જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.