Western Times News

Gujarati News

પોલીસે સ્કુલની મહીલા પ્રિન્સીપાલ તેના પતી અને પુત્ર સામે આ કારણસર કરી FIR

AI Image

ખાનગી સ્કૂલના મહિલા પ્રિન્સીપાલ, પતિ અને પુત્ર સામે પોલીસ ફરીયાદ -પત્ની, સંતાનને મૂકી પતિ અન્ય મહિલા તેના બાળકો સાથે વિદેશ ફરાર

(એજન્સી)અમદાવાદ, શહેરમાંરહેતી એક મહિલાએ તેના સાસરીયાઓ સામે માનસીક શારીરિક ત્રાસની ફરીયાદ નોધાવી છે. આ મહીલાનો પતી ટેનીસ કોચ છે. અને તે ત્રણેક માસ પહેલા કલબમાં ફોટોશુટ હોવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો.

જે બાદ તે ઘરે ન આવતા અન્ય સ્ત્રી અને તેના સંતાનોને લઈને વિદેશ જતો રહયો હોવાની મહિલાને જાણ થઈ હતી. આટલું જ નહી પુત્રને વિદેશમાં સેટ કરવા માટે સાસુ દહેજ લાવવા માટે મહિલાને દબાણ કરીને ત્રાસ આપતી હતી. આનંદનગર પોલીસે સેટેલાઈટની જાણીતી સ્કુલની મહીલા પ્રિન્સીપાલ તેના પતી તથા ટેનીસ કોચ પુત્ર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પ્રહલાદનગર વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષીય મહિલાએ વર્ષ ર૦૧૯માં ટેનીસ કોચીગ કરાવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલાની સાસુ સેટેલાઈટમાં આવેલી એક સ્કુલમાં પ્રિન્સીપાલ છે. જયારે સસરા આઈટીનો બિઝનેસ કરે છે.

લગ્નના બે વર્ષ બદલી સાસરીયાએ માનસીક ત્રાસ આપતા હતા. સાસુ સસરા ઘરની બાબતોમાં બોલીને મહીલાનું અપમાન કરતા હતા. દીકરો ટેનીસ કોચ હોવાથી તેને વિદેશમાં સેટ કરવા માટે સાસુ તેની વિદેશમાં સેટ કરવા માટે સાસુ તેની પુત્રવધુને માતા પિતા પાસેથી પૈસા લાવવા દબાણ કરતી હતી. જયારે મહિલા તેની માતા સાથે વાત કરે ત્યારે સાસુ ઝઘડો કરતી અને પતી માર મારતો હતો.

જયારે મહિલાએ પુત્રને જન્મ આપ્યો ત્યારથી પતીનું વર્તન બદલાઈ ગયું હતું. જે બાદ પતી ઘરે મોડો આવતો હતો. અને મહીલા સાથે વાત પણ કરતો નહોતો. સાસુ સસરાને આ બકાબતે ફરીયાદ કરતા બનેએ પુત્રનું ઉપરાણું લઈને ઝઘડો કર્યો હતો. ત્રણેક માસ પહેલા મહીલાનો પતી શાંતીગ્રામ ખાતેની કલબમાં ફોટોશુટ હોવાનું કહીને નીકળી ગયો હતો.

જે બાદ તેનીફોન આવતો હતો જેથી સાસુ સરાને પુછતા બીજા દિવસે મહીલાના પતી કોઈ મહીલા અને તેના સંતાનો સાથે વિદેશ જતો રહયો હોવાની જાણ થઈ હતી. આમ ત્રણ માસથી વિદેશ ગયેલા પતીને પત્ની અને સંતાનની દેખભાળ ન રાખતા આખરે મહીલાએ પોલીસને મદદ મેળવી હતી. આનંદનગર પોલીસે સ્કુલની મહીલા પ્રિન્સીપાલ તેના પતી અને ટેનીસ કોચ પુત્ર સામે માનસીક શારીશ્રિક ત્રાસ અને દહેજ ધારા હેઠળ ફરીયાદ નોધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.