Western Times News

Gujarati News

રાંચરડાના હનુમાનજી મંદિરમાં રામરોટી સેવારથમાં રોજ 500 લોકોને પ્રસાદ વિતરણ થાય છે

(એજન્સી)અમદાવાદ, અને આ જ રીતે ને રાંચરડામાં આવેલું સંકટમોચન મહાવીર હનુમાન મંદીરે જમણા હાથે દાન આપીએ તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ દાન આપવાની પદ્ધતિને આત્મસાત કરી છે. મંદીર દ્વારા સેવાકાર્યો કરાય છે. પરંતુ તેમાં કયાંય દાતા તરીકે મંદીરના સંચાલકો પોતાનેંં નામ સુધ્ધાં આપતા નથી.

એટલું જ નહી નામનો આગ્રહ રાખનારા દાતાઓનું દાન પણ સ્વીકારાતું નથી. મંદીરના સંચાલક ડો. પ્રવીણ ગર્ગનું કહેવું છે કે મહાબલી હનુમાનજીના પ્રગટ અવતાર સમા નીમ કરોલી બાબાની પ્રેરણાથી આ મંદીરની સ્થાપના કરાઈ છે. એટલે તેમના જ આદર્શોને ધ્યાનમાં રાખીને દાન અને સેવાધાર્થોની સરવાણી વહવાઈ રહી છે. સંકટમોચન મહાવીર હનુમાન મંદીર દ્વારા દૈનીક પ૦૦ પરીવારને સવારે અને સાંજે ભોજનપ્રસાદનું વિતરણ કરાય છે.

આ માટે ૩ રામરોટી સેવારથ શહેરમાં ફેરવવામાં આવે છે. ભોજનપ્રસાદનું વિતરણમાં પણ કોઈ શ્રમીક કે ગરીબ પરીવારો પરવશ ન થઈ જાય તેનું ધ્યાન રખાય છે. આ માટે ત્રણેય રથ વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવે છે ભોજનની સાથેસાથે ગરીબ બાળકોને કપડાં સ્ટેશનરી રમકડાં અને જીવનપોયોગી વસ્તુઓ અપાય છે. અને વયસ્કોને વાસણ કરીયાણું પણ વિતરણ કરાય છે. અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ૧ વર્ષથી દર રવીવારે સુંદરકાંડના પાઠ થાય છે.

મંદીરમાં ૧ વર્ષથી દર રવીવારે સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. ઉપરાંત નિયમીત રીતે હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સાથોસાથે વિવિધ ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. આ સિવાય પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ પણ મંદીરમાં આવીને ,ભજન કીર્તન કરે છે. વૃદ્ધાશ્રમના વડીલોને પણ મંદીરમાં બોલાવીને સેવા કરવામાં આવે છે.

મંદીરમાં દર બુધવારે અને રવીવારે મેડીકલ ચેકઅપ કરવા સાથે ઉપયોગી દવાનું વિતરણ પણ થાય છે. ર૦ર૪ની રપ ઓગષ્ટે રાંચરડામાં આ મંદીરની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી મંદીરની વિશેષતા એ છેકે અહી હનુમાન દાદાની ૬ ફુટ લાંબી અને ૪ ફુટ પહોળી ૧.પ ટન વજનની વિશ્રામ મુદ્રામાં પ્રતીમા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.