Western Times News

Gujarati News

આર કે સ્ટુડિયો હાલ રિવાઈવ નહિ થાય : કરીના કપૂર

Photo: Twitter

રણબીરનું સમગ્ર ફોક્સ ફક્ત એક્ટિંગ પરફેમિલીમાં ચર્ચા થઈ ગઈ છે, ફક્ત રણબીર-કરિશ્મા જ બેનરને આગળ વધારી શકે, હું નહીં : કરીના કપૂર

મુંબઈ,થોડા સમય પહેલાં રણબીર કપૂરે મુંબઈમાં વિશાળ કમર્શિઅલ સ્પેસ ખરીદતાં તે આર કે સ્ટુડિયોનું બેનર રિવાઈવ કરી રહ્યો હોવાની વાત પ્રસરી હતી. જોકે, કરીના કપૂરે આ અટકળોને ફગાવી દીધી છે. કરીનાએ એક સંવાદમાં કહ્યું હતું કે રણબીર બહુ સારો એક્ટર છે અને તેનું સમગ્ર ફોક્સ પોતાની એક્ટિંગ કેરિયર પર જ છે. અમારા પરિવારમાં ફક્ત કરિશ્મા અને રણબીર જ આ બાબતે પહેલ કરી શકે તેમ છે પરંતુ હાલ તે બનવાનું નથી.

અમારાં ફેમિલી ગૂÙપમાં પણ આ બાબતે ચર્ચા થઈ ચૂકી છે. મારામાં એક ડિરેક્ટર કે પ્રોડયૂસર તરીકેની કોઈ ક્ષમતા નથી. આથી મારે ઉદાસ થઈને કહેવું પડે છે કે આર કે બેનર હાલ પુનર્જીવિત થવાનું નથી. બોલિવુડ વર્તુળોમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે કે રણબીર આર કે બેનર રિવાઈવ કરી રહ્યો છે અને તેણે આ માટે સ્ક્રિપ્ટ અને કલાકારો પણ પસંદ કરી લીધા છે. જોકે, કરીનાએ હાલ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.