Western Times News

Gujarati News

“ધૂરંધર ૨”માં રાકેશ બેદીએ રણવીર સિંહને પણ અભિનયમાં પાછળ પાડી દીધો

મુંબઈ, આદિત્ય ધરની ફિલ્મ ધૂરંધર ૨ એટલે કે ધૂરંધર ધ રિવેન્જે બોલીવુડમાં સફળતાના નવા અધ્યાય લખી નાખ્યા છે. આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી રહી છે. બોક્સ ઓફિસ પર સુનામી બની ગઈ છે.

ફિલ્મે પોતાના પહેલા સોમવારને બોલીવુડના ઈતિહાસનો સૌથી મોટો સોમવાર પણ બનાવી દીધો. સૈકનિલ્કનો ડેટા દર્શાવે છે કે ધૂરંધર ૨એ સોમવારે એટલે કે રિલીઝના પાંચમા દિવસે લગભગ ૬૫ કરોડનું નેટ કલેક્શન કર્યું છે.

જે બોલીવુડમાં સોમવાર કલેક્શનનો ઓલટાઈમ રેકોર્ડ છે. આ ઉપરાંત ફક્ત ૫ દિવસમાં ૫૦૦ કરોડનો આંકડો પાર કરનારી ધૂરંધર ૨ સૌથી ફાસ્ટ બોલીવુડ ફિલ્મ પણ બની છે. પરંતુ શું તમને ખબર છે કે આ ફિલ્મમાં રણવીર સિંહની ધાંસૂ એક્ટિંગ પર એક તારક મહેતા…કલાકારની એક્ટિંગ ભાર પડી ગઈ?

જ્યારથી ધૂરંધર ૨ ફિલ્મ આવી છે ત્યારથી રણવીર સિંહની એક્ટિંગ તો ચર્ચામાં છે જ પરંતુ તેના કરતા પણ વધુ જે કલાકાર ચર્ચામાં છે તે છે રાકેશ બેદી. જેમણે ફિલ્મમાં પાકિસ્તાની નેતા અને ભારતીય જાસૂસની ભૂમિકા ભજવી છે. ૧૫૦ ફિલ્મો અને લોકપ્રિય ટીવી શોમાં તેઓ કામ કરી ચૂક્્યા છે.

રાકેશ બેદીએ ૧૯૭૯માં ફિલ્મ હમારે તુમ્હારેથી ફિલ્મી દુનિયામાં ડગ માંડ્યા હતા. પરંતુ શું તમને ખબર છે કે રાકેશ બેદીએ લોકપ્રિય ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કામ કરેલું છે?

રાકેશ બેદી ખુબ અનુભવી કલાકાર છે અને તેમણે ફિલ્મોની સાથે સાથે ભારતીય ટેલિવિઝનમાં પણ રંગ જમાવેલો છે. બેદીની ખાસિયત એ રહી છે કે તેઓ જે પણ પાત્ર ભજવે છે તેમાં સંપૂર્ણ રીતે ઢળી જાય છે. તારક મહેતા…માં પણ કઈક એવું જ જોવા મળ્યું હતું. તમને એમ થતું હશે કે તારક મહેતા…માં તેમણે કયું પાત્ર ભજવ્યું હતું તો તમને જણાવી દઈએ કે તેઓ શરૂઆતથી આ સિરીયલ સાથે જોડાયેલા નહતા.

તેમણે ૨૦૨૦માં આ શોની કાસ્ટ જોઈન કરી. તેમના પાત્રનું નામ બાબુલાલ હતું જે એક સિંધી બિઝનેસમેન હતા. તારક મહેતા તેમના ત્યાં નોકરી કરતા હતા. બોસ તરીકે રાકેશ બેદીનું પાત્ર ખુબ ખડૂસ હતું. રાકેશ બેદીએ શૈલેશ લોઢા અને સચિન શ્રોફ બંને સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી છે અને બંને સાથેની તેમની કેમિસ્ટ્રી લોકોએ ખુબ પસંદ પણ કરી છે. આ પાત્ર દરેક એપિસોડમાં જોવા મળતું નથી પરંતુ જ્યારે પણ જોવા મળે ત્યારે દર્શકોને જલસો પડી જાય છે.

રાકેશ બેદીએ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓફિસરના પાત્રમાં ભારતીય જાસૂસની ભૂમિકા ખુબ ચર્ચામાં રહી હતી. આઉપરાંત ચશ્મે બહાદુરમાં પણ ઓમીનું પાત્ર આજે પણ લોકોના દિલોદિમાગમાં છે. ત્રણ રૂમમેટમાંથી એક તેઓ હતા જે એક ઉર્દૂ કવિ હોવાની સાથે સાથે ખુબ રંગીન મિજાજી પણ હતા.

આ ઉપરાંત યે જો હૈ જિંદગી સિરીયલમાં પણ તેમણે રાજાનું પાત્ર ભજવ્યું હતું જે એક બેરોજગાર સાળો હતો. અન્ય એક સિરીયલ શ્રીમાન શ્રીમતીમાં પણ દિલરૂબા જર્નૈલ સિંહ ખુરાનાની ભૂમિકા ખુબ લોકપ્રિય થઈ હતી. ગદરમાં પણ રાકેશ બેદી જોવા મળ્યા હતા અને તેમણે વૈદ કીમતી લાલનું પાત્ર ભજવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.