ટાટા પાવરે મુંબઈ-અમદાવાદ હાઈવે પર 180 kWના ફાસ્ટ ચાર્જર લગાવ્યા
20 ટકાથી 80 ટકા ચાર્જ થવા માટે તે 15-30 મિનિટનો અંદાજીત ચાર્જીગ ટાઈમ
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરનારાઓ માટે હવે લાંબી હાઈવે યાત્રા વધુ ઝડપી અને આરામદાયક બનવા જઈ રહી છે. ટાટા પાવરે આજે જાહેરાત કરી હતી કે તેણે સૌપ્રથમ 180 kWનું અલ્ટ્રા-ફાસ્ટ EV ચાર્જીંગ સ્ટેશન વિઠ્ઠલ કામત રેસ્ટોરન્ટ (દુર્વેસ, મનોર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 મુંબઈ-અમદાવાદ હાઈવે) પર શરૂ કર્યું છે. તે ભારતના EV ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં એક અત્યંત મહત્વનું સીમાચીન્હરૂપ પગલું છે.
દેશના સૌથી વ્યસ્ત ઈન્ટરસિટી કૉરિડોર પૈકીના એક વ્યૂહાત્મક સ્થાન ધરાવતા આ હાઈ-કેપેસિટી ચાર્જર ચાર્જીંગ માટેના સમયને ખૂબ જ ઓછો કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે, જેથી લાંબા અંતરને પૂરું કરવામાં EV ટ્રાવેલ વધુ સરળ, કુશળ તથા વિશ્વાસપાત્ર બનાવી શકાય છે. આ સ્ટેશન ટાટા પાવરના EZ Charge નેટવર્કનો એક મહત્વનો ભાગ છે તથા CCS 2 જેવા ફાસ્ટ-ચાર્જીંગ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે,
જેથી તે ઈલેક્ટ્રિક વાહનોની એક વિશાળ રેન્જ સાથે કોમ્પેટિબલ થઈ શકે છે. 20 ટકાથી 80 ટકા ચાર્જ થવા માટે તે 15-30 મિનિટનો અંદાજીત ચાર્જીગ ટાઈમ લેવા સાથે આ ચાર્જર વ્યક્તિગત તથા કોમર્શિયલ બન્ને પ્રકારના EV યુઝર્સને માટે ઝડપી ટર્નઅરાઉન્ડને સુનિશ્ચિત કરે છે.
વિઠ્ઠલ કામત રેસ્ટોરન્ટ ખાતે ચાર્જીંગ સ્ટેશન યાત્રીઓની સુગમતા અને આરામદાયકતાને વધુ સાનુકૂળતા પ્રદાન કરે છે. વાહન ચાર્જ થાય તે સમયે યુઝર શૌચાલય, સ્વાદિષ્ટ ગુણવત્તાયુક્ત ભોજનના વિકલ્પો તથા આરામ માટે આ શ્રેષ્ઠ સ્થળનો ઉત્તમ રીતે લાભ લઈ શકે છે,
જે એકંદરે આ ધોરીમાર્ગ પરની યાત્રાનો વધુ સારો અનુભવ કરી શકે છે. આ ચાર્જર મુંબઈ અને અમદાવાદ વચ્ચે યાત્રા કરનાર ઈલેક્ટ્રિક વાહનો માટે કનેક્ટિવિટીને વધારે છે, જેથી ઈલેક્ટ્રિક વ્હિકલને અપનાવવામાં આવતા સૌથી મોટા અવરોધ પૈકી એક રેન્જની ચિંતાનું નિરાકરણ કરે છે. ધોરીમાર્ગ પર ઝડપી ચાર્જીંગ તથા વિશ્વાસપાત્ર સુવિધા પૂરી પાડીને ટાટા પાવરે લાંબા અંતરના ઈલેક્ટ્રિક વ્હિકલની યાત્રામાં વિશ્વાસનું નિર્માણ કરવાનું જાળવી રાખ્યું છે.
આ લોંચ ટાટા પાવરની તે વિશાળ વ્યૂહરચનાનો હિસ્સો છે કે જે અંતર્ગત મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મોબિલિટી કૉરિડોર પર હાઈ-સ્પીડ ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવા ઈચ્છે છે.
કંપની અત્યારે 630થી વધારે શહેરોમાં તથા નગરોમાં 2 લાખથી વધારે હોમ ચાર્જર, 6,700થી વધારે પબ્લિક, સેમી-પબ્લિક અને ફ્લિટ ચાર્જીંગ પોઇન્ટ, તથા 1,200થી વધારે ઈ-બસ ચાર્જીંગ પોઇન્ટનું સંચાલન કરી રહી છે. તેના વધી રહેલ હાઈવે નેટવર્ક કે જેમાં 350 ચાર્જરનો સમાવેશ થાય છે, શહેરો વચ્ચે કોઈ જ અવરોધ વગર EV મોબિલિટીને શક્ય બનાવવા પર તે મજબૂતપણે ધ્યાન આપી રહેલ છે.
Tata Power EZ Charge App મારફતે ડિજિટલ ઈન્ટીગ્રેશનની મદદથી યુઝર સરળતાપૂર્વક ચાર્જર્સના સ્થળ અંગે માહિતી મેળવી શકે છે, તેની રિયલ ટાઈમ ઉપલબ્ધતા જોઈ શકે છે તથા કોઈ જ અવરોધ વગર પેમેન્ટ કરી શકે છે. જેથી ચાર્જીંગને લગતો અનુભવ વધુ સારો થઈ જાય છે.
આશા છે કે આ નવા લગાવવામાં આવેલ ચાર્જ દરરોજ આશરે 25-30 ગાડીને ચાર્જ કરી શકશે. ભારતના ક્લિન મોબિલિટી અને સસ્ટેનેબિલિટી લક્ષ્યાંકોને અનુરૂપ આ ઉપલબ્ધિ EVને અપનાવવાની ગતિને ઝડપી બનાવવા, ચાર્જીંગની પહોંચને મજબૂત કરવા તથા ભારતને ગ્રીનર અને ટકાઉ ભવિષ્યની દિશામાં લઈ જવામાં ટાટા પાવરની કટિબદ્ધતાને વધારે મજબૂત કરે છે.
